30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદરના ઝાંજેસર ગામે આમ આદમી પાર્ટીની સભાનું થયું આયોજન

વિશાળ તાલુકાના ઝાંઝર મુકામે આમ આદમી પાર્ટી તરફથી એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામમાંથી બહોળી સંખ્યામાં મતદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા . આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો ગોપાલ ઇટાલીયા વિધાનસભા 87 માં ધારાસભ્ય તરીકે ચૂંટાશે છે તો વિસાવદર તાલુકાના પડતર પ્રશ્નોનું હલ જરૂર થશે ખેડૂતો તેમજ અન્ય સમાજના જે કંઈ પ્રશ્નો છે તેના માટે ગોપાલ ઇટાલીયા લડત લડશે માટે મતદાતાઓને અપીલ કરવામાં આવી હતી કે ગોપાલભાઈ ઇટાલીયા ને મત આપી જંગી બહુમતીથી ચૂટાવો હાલ વિસાવદર તાલુકાના ગ્રામ્ય તેમજ વિસાવદર શહેરના જે રોડ રસ્તા પાણી ગટર કે અન્ય જે કંઈ પ્રશ્નો હશે તે પ્રશ્નોનું ખરેખર નિરાકરણ થશે અત્યારે હાલ તો બાહોશ જાંબાઝ યુવા નેતા ગોપાલભાઈ ઇટાલીયાને જંગી બહુમતીથી જીતાડવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તરફથી આજે ઝાંઝર ગામે સભામાં સંબોધન કરવામાં આવ્યું હતું અને લોકો તરફથી પણ પૂરો પ્રતિસાદ મળી રહ્યો હતો રિપોર્ટર ભાનુભાઇ સાસિયા વિસાવદર

Related posts

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા સામે જ પાર્ટી કાર્યકરોમાં નારાજગી

admin

રામેશ્વર આપાગીગા આશ્રમ સતાધાર ખાતે શિવ મહાપુરાણ કથાની પૂર્ણાહુતિ

admin

વિસાવદર તાલુકાના શાપર ગામે સિંહે કર્યું 35 ઘેટાં બકરાનો શિકાર

admin

Leave a Comment