30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડી તાલુકા પંચાયતમાં એબીવીપીના કાર્યક્રરોએ જિલ્લા શિક્ષણ અધિકારીના પૂતળાનું દહન કર્યું,

નસવાડી તાલુકાના તલાવ ગામની પ્રાથમિક શાળા શરૂ કરવામાં તંત્ર વિલંભ કરી રહ્યું છે

નસવાડી તાલુકાના તલાવ ગામની પ્રાથમિક શાળા નવા સત્રના પ્રારંભે શાળામાં જીરો સંખ્યા બતાવીને શિક્ષકે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રિપોર્ટ કરતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જિલ્લા શિક્ષણ અધિકારીને રિપોર્ટ કરતા રાજ્ય સરકારે જીરો સંખ્યા વાળી શાળા બંધ કરવાનો આદેશ કરતા ગ્રામજનોને જાણ થતા ગ્રામજનો ચોકી ઊઠ્યા હતા,

શાળાના શિક્ષકે કોરા કાગળો ઉપર વાલીઓ અને બાળકોની સહી લઈ અને બાળકોના એલસી કાઢીને નજીકની આશ્રમ શાળામાં બાળકોને પ્રવેશ આપવી દીધો હતો અને બીજા બાળકોને પ્રવેશ ના આપી ને શાળાને બંધ કરી દીધી હતી. જેને લઇને આદિવાસી સમાજના લોકો એબીવીપીના કાર્યકરોને પણ રજૂઆત કરી હતી. પરંતુ તેઓની રજૂઆત તંત્ર ના સાંભળતા ઉશ્કેરાયેલા એબીવીપીના કાર્યકરો નસવાડી તાલુકા પંચાયતમાં જિલ્લા શિક્ષણ અધિકારીનું પૂતળું લઈને સૂત્રોચારો કરીને જિલ્લા શિક્ષણ અધિકારીનું પૂતળાનું દહન કરતા ખળભળાટ મચી ગયો હતો,

જ્યારે તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એબીવીપીના કાર્યકરોને જોઈને કચેરી છોડીને જતા રહેતા એબીવીપીના કાર્યકરોએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં હોબાળો મચાવ્યો હતો,

Related posts

નસવાડીમાં મહિલા પર દુષ્કર્મ અને હત્યાના પ્રયાસનો કેસ : ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો

admin

નસવાડીમાં ગેસ સિલિન્ડર માટે કકળાટ : તડકામાં કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર લોકો

admin

છ મકાનોમાં આકસ્મિક આગના પગલે જિલ્લા પંચાયત સ્વભંડોળની ગ્રાન્ટ માંથી સહાય ચેકનું વિતરણ

admin

Leave a Comment