દેશભરમાં રામનવમીનો પવિત્ર તહેવાર શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં માનવસેવાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. રામનવમીના આ પાવન અવસરે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન શિબિરમાં યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને સમાજપ્રત્યેની પોતાની ફરજ નિભાવી હતી. ધાર્મિક તહેવારને સેવા સાથે જોડતી આ પહેલને સ્થાનિક સ્તરે પ્રશંસા મળી રહી છે.
આ કાર્યક્રમ દ્વારા “માનવ સેવા એ જ પ્રભુ સેવા”નો સંદેશ આપવામાં આવ્યો હતો. રામનવમીના પવિત્ર દિવસે આયોજિત આ રક્તદાન શિબિરથી જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

