એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને રાત્રિ ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી આ ઘટના બાદ સત્તાધીશો દ્વારા માત્ર કેન્ટીન સંચાલકનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે અને એફઆઇઆર દાખલ કરવામાં આવી નથી. જેને લઈને આજે વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ દર્શાવી ચીફ વોર્ડનને સસ્પેન્ડ કરવા અને આ ઘટનામાં એફઆઇઆર દાખલ કરવા રજૂઆત કરવામાં આવી હતી.જોકે, વહેલી તકે આ કાર્ય કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

