માંજલપુર સ્પંદન સર્કલ પાસે રાજપીપળાથી કીર્તિ સ્તંભતરફ જતી બસ અને ખાનગી પાણીના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જોકે પાણીનું ટેન્કર રૉગ સાઈડ આવી રહ્યું હતું આ દરમિયાન અકસ્માત સર્જાયા બાદ પાણીના ટેન્કરના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા નજીકમાં આવેલી એક ધોબીની લારીમાં પાણીનુ ટેન્કર ઘૂસી ગયું હતું આકસ્માતમાં ધોબીને ઈજા હતું આ પહોંચી હતી અને તાત્કાલિક
સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક મહિલાનો આબાદ બચાવ થયો હતો. જ્યારે સ્થાનિક લોકોએ આ અંગે સ્પીડ બ્રેકર મુકવા માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજપીપળા થી નીકળેલી બસ સીધી જતી હતી તે દરમિયાન જ પાણીના ટેન્કરે સિગ્નલ આપતા ટર્ન મારતા અકસ્માત સજર્યો. બસમાં 10 પેસેન્જર હતા. સદનસીબે કોઈને પણ કોઈ ઈજા થઈ ન હતી. જ્યારે પાણીના ટેન્કર ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી.

