Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાણીની લાઈન ખોદયા બાદ યોગ્ય સમારકામ વગર માર્ગ શરૂ કરતા દુર્ઘટના ઘટી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે સરદાર એસ્ટેટથી વૃંદાવન જતા માર્ગ પરના ખાડામાં રિક્ષા પલટી ખાઈ જતા 38 વર્ષીય અનિલભાઈ ઠાકોરભાઈ વસાવાનું મોત નીપજ્યું હતું. બ્રિજની કામગીરીના ભાગરૂપે કેટલીક પાણીની લાઈન શિફ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણીની લાઈન ખોદ્યા બાદ રસ્તાનું યોગ્ય સમારકામ ન કરાતાં ખાડામાં અનિલભાઈની રિક્ષા પલટી ખાતાં આ અકસ્માત સર્જાયો હતો.

બાપોદ વુડાના મકાનમાં રહેતા 38 વર્ષીય અનિલભાઈ ઠાકોરભાઈ વસાવાનો વહેલી સવારે અકસ્માત સર્જાતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવકને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. યુવકનું મોત થતાં પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. મૃતક યુવક અનિલભાઈ પરિવારના એકમાત્ર કમાનાર સભ્ય હતા. તેમને બે વર્ષનું એક બાળક અને એક મોટી દીકરી છે. આ ઘટનાથી બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જે અત્યંત દુઃખદ છે.

Related posts

જાહેર રસ્તાઓ પર ફરતા,લારી ગલ્લા તથા બાઈક ઉપર પગ ફેલાવી અડ્ડો જમાવી બેસતા તત્વો પર તવાઈ બોલાવી

admin

પોલીસનું રાત્રી પેટ્રોલિંગ…વાહનચેકીંગ કરી કાર્યવાહી

admin

વડોદરા શહેરના કુંભાવાડા વિસ્તારમાં છેલ્લા 46 વર્ષ થી નાના ઘરમાં દશામાંની વિશાળ મૂર્તિ બેસાડતા ઉજળીબેન..

admin

Leave a Comment