Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાણીની લાઈન ખોદયા બાદ યોગ્ય સમારકામ વગર માર્ગ શરૂ કરતા દુર્ઘટના ઘટી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે સરદાર એસ્ટેટથી વૃંદાવન જતા માર્ગ પરના ખાડામાં રિક્ષા પલટી ખાઈ જતા 38 વર્ષીય અનિલભાઈ ઠાકોરભાઈ વસાવાનું મોત નીપજ્યું હતું. બ્રિજની કામગીરીના ભાગરૂપે કેટલીક પાણીની લાઈન શિફ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણીની લાઈન ખોદ્યા બાદ રસ્તાનું યોગ્ય સમારકામ ન કરાતાં ખાડામાં અનિલભાઈની રિક્ષા પલટી ખાતાં આ અકસ્માત સર્જાયો હતો.

બાપોદ વુડાના મકાનમાં રહેતા 38 વર્ષીય અનિલભાઈ ઠાકોરભાઈ વસાવાનો વહેલી સવારે અકસ્માત સર્જાતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવકને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. યુવકનું મોત થતાં પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. મૃતક યુવક અનિલભાઈ પરિવારના એકમાત્ર કમાનાર સભ્ય હતા. તેમને બે વર્ષનું એક બાળક અને એક મોટી દીકરી છે. આ ઘટનાથી બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જે અત્યંત દુઃખદ છે.

Related posts

નશાના કારોબારને બંધ કરવાની માંગ જાગૃત નાગરિકો દ્વારા વડોદરા શહેરના ભગતસિંહ ચોક ખાતેથી જન આક્રોશ રેલી

admin

ની સહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુઓ માટે ભોજન તેમજ વિવિધ વસ્તુઓ ભેટમાં આપવાનું કાર્યક્રમ યોજાયો

admin

વડોદરા SSG હોસ્પિટલમાં કાઉન્સિલર જાગૃતીબેન કાકા દ્વારા દર્દીઓના સગાઓ માટે બેસવા બાકડા મૂકી સરાણીએ કામગીરી કરવામાં આવી

admin

Leave a Comment