વડોદરા શહેરના ગોરવા GIDC વિસ્તારમાં આવેલી સિનર્જી સ્ક્વેરમાં સ્થિત એક્યુટેસ્ટ રિસર્ચ લેબોરેટરીઝ ઈન્ડિયા પ્રા. લિ. પર આરોગ્ય વિભાગ દ્વારા મંગુભાઈ રાઠવા ની આગેવાનીમાં અચાનક રેડ કરવામાં આવી હતી.
સૂત્રો અનુસાર આ લેબોરેટરીમાં જમવામાં ઉપયોગમાં લેવાતા ડ્રગ્સ હોવાની માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરાઈ છે. રેડ દરમિયાન કેટલું પ્રમાણમાં ડ્રગ્સ મળી આવ્યું છે તેની સત્તાવાર માહિતી આરોગ્ય વિભાગે જાહેર કરી નથી, કારણ કે તપાસ હજુ યથાવત છે.
જણાવવામાં આવે છે કે રેડ લગભગ 5 કલાક સુધી ચાલી હતી. રેડ પૂર્ણ થયા બાદ આરોગ્ય વિભાગના અધિકારીઓ મીડિયા પાસે વિગતો આપવા બદલે ત્યાંથી દૂર થતા જોવા મળ્યા હતા, જેના કારણે કોઈ મહત્વપૂર્ણ માહિતી છુપાવવામાં આવી હોવાના સંકેતો મળી રહ્યા છે.
મીડિયા દ્વારા અધિકારીઓની ગાડીનું અનુસરણ કર્યા બાદ અંતે વિભાગ તરફથી માહિતી આપવામાં આવી હતી.
આ મુદ્દે યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વાઘેલાે ગંભીર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગના અધિકારી મંગુભાઈ રાઠવા મીડિયાથી કંઈક છુપાવવાનો પ્રયાસ કરતાં જોવા મળ્યા હતા, જે નिंदનીય છે. તેમજ તેમણે માંગણી કરી કે આવી કંપનીઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી છે.

