35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આદિવાસી સમાજ દ્વારા ઢોલ નગારાં સાથે સુત્રચારો કરી સરકારને જગાડવા નવતર પ્રયોગ કર્યો અને વિવિધ પ્રશ્નને લઇ મામલતદારને આવેદનપત્ર આપ્યું.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં 210 ગામો આવેલા છે. આદિવાસી વિસ્તારમાં એક વર્ષથી શિક્ષકોની જગ્યા ખાલી છે. નસવાડી તાલુકાની 246 પ્રાથમિક શાળાઓમાં 250થી વધુ શિક્ષકોની ઘટ છે. જેનાથી આદિવાસી બાળકોના શિક્ષણ ઉપર અસર પડી રહી છે. જયારે નાસવાડી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં 28 રૂટો ઉપર ચાલતી ટ્રાન્સપોટેશનની સુવિધા બંધ થઇ જતા હાલ 1680 આદિવાસી બાળકો પગપાળા ચાલીને શાળાએ જવા મજબુર બનતા અને તાલુકાની પ્રાથમિક શાળાના ઓરડાઓની ઘટ તેમજ જર્જરિત ઓરડાના કારણે બાળકો દુઃખ ભોગવી રહ્યા છે. જેવા અનેક શિક્ષણને લાગતા પ્રશ્નો અને શિષ્યવૃતિમા DBT પદ્ધતિ દૂર કરવા અને આદિવાસી વિસ્તારની બેન્કોમાં હિન્દીભાષી કર્મચારીઓ હોવાને લઇ આદિવાસી લોકો હિન્દી સમજી નથી શકતા અને હિન્દીભાષી કર્મચારીઓ ગુજરાતી વાંચી સમજી નથી શકતા જેના કારણે બેન્કોમાં લોકોને મુશ્કેલી પડતી હોય છે. જેવા અનેક પ્રશ્નોને લઇ નસવાડી તાલુકાના ગામે ગામથી ભેગા થઇ લોકો હાથમાં ઢોલ નગારાં લઇ સરકારને જગાડવા માટે ભારે સુત્રચારો કરી ઢોલ નગારાં વગાડી સેવાસદન પોહચી નસવાડી મામલતદાર આવેદન પત્ર આપ્યું હતું. અને વિવિધ પ્રશ્નો હલ કરવા રજૂઆતો કરી હતી. અને વહેલી તકે શાળાઓમાં ટ્રાન્સપોટેશનની સુવિધા શરૂ કરવા માંગ કરી હતી. જયારે આદિવાસી વિસ્તારમાં આજે પણ ગરીબ લોકો સામાન્ય સુવિધાઓથી વંચિત છે. અને અનેક પ્રશ્નોને લઇ દુઃખ ભોગવી રહ્યા છે.

Related posts

છોટાઉદેપુર નગરમાં આવેલ બ્રાહ્મણ સમાજની વાડી ખાતે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન કાર્યક્રમ યોજાયો.

admin

છોટાઉદેપુર જિલ્લાના નવ નિયુક્ત પ્રમુખ ઉમેશભાઈ રાઠવાનો અભિવાદન સમારોહ યોજાયો

admin

જેતપુર પાવી તાલુકાના સાધલી ગામના હાટ બજાર ખાતે ટીબી રોગ અંગે જન જાગૃતિ ભવાઈ કાર્યક્રમ યોજાયો.

admin

Leave a Comment