Genius Daily News
ખેડા જિલ્લોગળતેશ્વર

સેવાલિયા મામલતદાર કચેરીમાં વહીવટ કથળ્યો, જન્મ-મરણના દાખલા માટે પ્રજાને ભારે હાલાકી

ખેડા જિલ્લાના સેવાલિયા ખાતે આવેલી મામલતદાર કચેરીમાં વહીવટી શિથિલતાને કારણે પ્રજાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગળતેશ્વર તાલુકો ની આ કચેરી હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે.

સરકાર દ્વારા ‘સેવા સેતુ’ અને ‘ડિજિટલ ઈન્ડિયા’ જેવી યોજનાઓના દાવાઓ વચ્ચે અહીંની હકીકત વિપરીત જોવા મળી રહી છે. જન્મ અને મરણના દાખલા મેળવવા માટે લોકોને મહિનાઓ સુધી રાહ જોવી પડી રહી છે, જ્યારે નિયમ મુજબ આ કામ સમયસર પૂર્ણ થવું જોઈએ.

ગામડાઓમાંથી ભાડું ખર્ચીને આવતા લોકો આખો દિવસ કચેરીની બહાર રાહ જોતા રહે છે. ખેતી અને મજૂરી કામ છોડીને આવનાર નાગરિકોમાં તંત્રની આ કાર્યપદ્ધતિ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. મરણના દાખલા વિના વારસાઈ અને વીમા સંબંધિત કામો પણ અટકી પડ્યા છે.

સ્થાનિક લોકો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો નજીકના સમયમાં કચેરીના વહીવટમાં સુધારો નહીં થાય તો ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે.

આ મામલે મામલતદાર એ.પી. જોષી એ જણાવ્યું હતું કે મુદ્દો તેમના ધ્યાન પર આવ્યો છે અને શક્ય તેટલી વહેલી તકે જન્મ-મરણના દાખલાઓ જારી કરવા પ્રયત્ન કરવામાં આવશે.

Related posts

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકોમાં આવેલા રસુલપુરા ગામે પરંપરાગત હોળી દહન

admin

ડાકોરના ઠાકોર નીકળ્યા નગર ચર્ચાએ

admin

ખાનગી વાહનમાંથી ભારતીય બનાવટની ૨ દેશી પિસ્ટલ તથા કારતૂસ સાથે ૩ આરોપીઓને ઝડપી પાડતી સેવાલિયા પોલીસ..

admin

Leave a Comment