Genius Daily News
ખેડા જિલ્લોગળતેશ્વર

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકોમાં આવેલા રસુલપુરા ગામે પરંપરાગત હોળી દહન

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકોમાં આવેલા રસુલપુરા ગામે હોળી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. ગામના ચોક ખાતે વિધિવત રીતે હોળી પ્રગટાવી ગ્રામજનોએ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પર્વની ઉજવણી કરી હતી.

સાંજ પડતા જ ગામલોકો હોળી સ્થળે એકત્રિત થયા હતા. વડીલોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી શુભ મુહૂર્તમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ હોળીની પ્રદક્ષિણા કરી શ્રીફળ તેમજ ધાણી-મમરા અર્પણ કરી સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

ગામના યુવાનો અને વડીલો સહીત તમામ વર્ગના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જે ગ્રામ્ય એકતાના દર્શન કરાવે છે. હોળી દહન બાદ ગ્રામજનોએ એકબીજાને તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ પરંપરા વર્ષોથી યથાવત ચાલી આવી છે અને આવનારી પેઢી સુધી જળવાઈ રહે તે માટે ગામલોકો સંકલ્પબદ્ધ છે.

મૌલિક પટેલ, ગળતેશ્વર

Related posts

નડિયાદમાં રમાયેલી ખેલ મહાકુંભ 3.0 રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વડોદરાના ચાર લોકો વિજેતા થયા

admin

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકો હેઠળ આવેલા વાળીનાથ ગામે પરંપરા મુજબ હોળી પર્વની ઉજવણી

admin

ખાનગી વાહનમાંથી ભારતીય બનાવટની ૨ દેશી પિસ્ટલ તથા કારતૂસ સાથે ૩ આરોપીઓને ઝડપી પાડતી સેવાલિયા પોલીસ..

admin

Leave a Comment