33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જાંબુઘોડા પંથક માં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ધરતી પુત્રો ડાંગર રોપની માં જોતરાયા

જાંબુઘોડા પંથકમા મેઘમહેર થતાની સાથે ધરતીપુત્રો ડાંગરના ધરુની રોપણીમાં વ્યસ્ત બન્યા…. પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ જીલ્લા ચેરાપુંજી ગણાતા એવા અને છેવાડે આવેલા જાંબુઘોડા તાલુકામાં મેઘરાજા મહેરબાન થતા ઘરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. મુખ્ય પાક ગણાતાં ડાંગરના પાકના ધરુની રોપણીમાં જાંબુઘોડા પંથકના ખેડુતો આજે બુધવારના રોજથી વ્યસ્ત બન્યા છે જ્યારે પાણી ભરેલા ખેતરોમાં ખેડુત પરિવારો ઉમંગ અને ઉત્સાહથી ડાંગરની રોપણી કરી રહ્યા છે દક્ષિણ ગુજરાતને ધમરોળ્યા બાદ હવે મેઘરાજાએ મધ્ય ગુજરાતમાં પણ રી એન્ટ્રી કરી છે ત્યારે પંચમહાલ જીલ્લાના છેવાડે આવેલા જાંબુઘોડા નગર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારમા પણ લાંબા વિરામ બાદ સારો એવો વરસાદ વરસતા ધરતીપુત્રોના પાકને જીવતદાન મળ્યુ છે આ વિસ્તારમાં ડાંગરનો પાક મુખ્ય ગણવામાં આવે છે. ડાંગરના પાક માટે ૨૦ થી ૨૫ દિવસ પહેલા ઘરું વાવવા માટેનો એક ક્યારો તયાર કરવામાં આવે છે અને ત્યારબાદ તે ઘરૂ રોપની લાયક થાયા બાદ તેને ઉપાડીને પાણી ભરેલા ખેતર જેને ચાયડા પણ કહેવામા આવે છે તેમાં એ ઉપેડેલા ડાંગરના ધરુને રોપવામા આવે છે આજે વહેલી સવારથીજ હાથ તાળી દીધેલા મેઘરાજાએ પધરામણી કરી હતી. જાબુઘોડાના ગ્રામીણ વિસ્તારમાં હાલમાં ખેડૂતો ડાગર ધરુની રોપણી પોતાના ખેતરમાં કરતા જોવા મળી રહ્યા છે. સાથે તેમના પરિવારના સભ્યો પણ જોડાઈ આ રોપવાની કામગીરી કરે છે. ડાંગરના પાકમા પણ હવે વિવિધ પ્રકારના બિયારણનો ઉપયોગ ખેડૂતો કરતા- થયા છે તેના કારણે પાકમા પણ વધુ અને સારું એવુ ઉત્પાદન મળે છે. જાબુઘોડા પંથકમાં આ ચોમાસાનો કુલ વરસાદ કુલ ૨૮૧ મીમી નોંધાયો છે વરસાદના કારણે જાંબુઘોડા પંથકમાં આવેલા ડુંગરો પર પણ લીલીછમ વનરાજી છવાઈ ગઈ છે.

Related posts

વડોદરા કોર્પોરેશનના 150 થી વધુ કોન્ટ્રાક્ટ સફાઈ કર્મીઓ હળતાળ પર

admin

ડેસર તાલુકાના વાંકાનેડા ગામે મહિલા જાગૃતિ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો

admin

18મી ઓક્ટોબરે રિલીઝ થઇ રહેલ ફિલ્મ “હાહાકાર”ની સ્ટાર કાસ્ટ તથા નિર્દેશક બન્યા સંસ્કારી નગરી “વડોદરા”ના મહેમાન

admin

Leave a Comment