31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

18મી ઓક્ટોબરે રિલીઝ થઇ રહેલ ફિલ્મ “હાહાકાર”ની સ્ટાર કાસ્ટ તથા નિર્દેશક બન્યા સંસ્કારી નગરી “વડોદરા”ના મહેમાન

વડોદરા : જે ફિલ્મના ગીત “મધડો દારૂડૉ ” એ આ વર્ષની નવરાત્રિમાં ધૂમ મચાવી દીધી તે ફિલ્મ “હાહાકાર” 18મી ઓક્ટોબરે રિલીઝ થવાની છે. વ્રજ ફિલ્મ્સ અને જુગાડ મીડિયાના બેનર હેઠળ બનેલ અને પ્રતીકસિંહ ચાવડા નિર્દેશિત ફિલ્મ હાહાકાર આર જે મયંક (મયંક ગઢવી) અને પ્રતીકસિંહ ચાવડા દ્વારા લિખિત છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મયુર ચૌહાણ ઉર્ફે માઈકલ, હેમાંગ શાહ, મયંક ગઢવી(આર જે મયંક) જોવા મળશે. ફિલ્મના પ્રમોશન અર્થે ફિલ્મની સ્ટાર કાસ્ટ વડોદરાના મહેમાન બન્યા હતા અને ફિલ્મ અંગે ચર્ચા કરી હતી.

હાહાકાર એ એક સિચ્યુએશનલ સસ્પેન્સ કોમેડી ફિલ્મ છે જે એક રાત્રી દરમિયાન મચતી ધાંધલ ધમાલ અને ડ્રામાથી ભરપૂર હાસ્યની સફર પર લઈ જાય છે, ફિલ્મની વાત મુખ્ય પાત્ર પરિયો અને ભયલુંના પૈસાવાળા બનવાની આંધળી દોટને લઇ કરવામાં આવતી લૂંટને આસપાસ ફરે છે, ફિલ્મનું નામ “હાહા-કાર” રાખવામાં આવ્યું છે કારણ કે આખી વાર્તા હાસ્ય-હુલ્લડ અને કારની આસપાસ ફરે છે.

ફિલ્મમાં ચેતન દૈયા, હેતલ પુનીયાવાલા, હિતેશ ઠાકર, કુશલ મિસ્ત્રી, પાર્થ પરમાર, જતીન પ્રજાપતિ, વિશાલ પારેખ, આરજે ચાર્મી, મનીષ કુમાર વાઘેલા, તુષારિકા રાજ્યગુરુ, હેમિન ત્રિવેદી, વૈશાખ રતનબેન શાહ, રાહુલ રાવલ જેવા જાણીતાં કલાકારો પણ મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે.

રહસ્યમય રોમાંચિત સફર દર્શાવતી આ ફિલ્મ “હાહાકાર”ના સોન્ગ્સ અને મ્યુઝિક અત્યારથી જ ધૂમ મચાવી રહ્યું છે અને દર્શકોની આ ફિલ્મ થકી અપેક્ષાઓ પણ વધી ગઈ છે.

સામાન્ય કોમેડીથી કાંઈક હટકે આ ફિલ્મ 18મી ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે.

Related posts

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં દશામાં તળાવ પાસેનું દબાણ દૂર કરાયું

admin

ગાંધીનગર જીએસડીએમ અધિકારી તથા આર એફ ઓ ની ટીમની ERC ફાયર સ્ટેશન પર ઓચિંતી વિઝિટ

admin

વડોદરા શહેર ડી ડિવિઝન પોલીસની સહાનીય કામગીરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ કરી મૂડ માલિકોને ચોરી થયેલી વસ્તુઓ પરત આપી

admin

Leave a Comment