છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ દિવસ સતત ધોધમાર વરસાદ વરસ્યો જિલ્લામાં સરેરાશ ૧૦ ઈંચ જેટલો વરસાદ નોંધાયો, ભારે વરસાદના કારણે પાકને નુકશાન થયા હોવાના અનુમાનને લઈ ખેતીવાડી વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લામાં કપાસ,સોયાબીન, તુવેરનું, મકાઇનું વધુ વાવેતર કરાયુ છે. હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે. તેમ છતાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોનો જો નુકસાની હોય તો વિસ્તારના ગ્રામસેવકનો સંપર્ક સાંધવા અપીલ કરવામાં આવી છે.

