31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર તાલુકા અને કવાટ તાલુકામાં આવેલ આશ્રમ શાળાઓની છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાએ અચાનક મુલાકાત લીધી હતી, વિદ્યાર્થીઓને આપવામાં આવતી સુવિધાઓની ચકાસણી ખુદ કલેકટરે કરી હતી.

છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર અને કવાટ તાલુકામાં આવેલ આશ્રમ શાળાઓની છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા એ અચાનક મુલાકાત લીધી હતી. કલેકટર અનિલ ધામેલીયા એ છોટાઉદેપુર અને કવાંટ તાલુકામાં આવેલ આશ્રમ શાળાઓની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને અપાતી સુવિઘાઓ, ભોજન માટે વપરાતા અનાજની ગુણવત્તા તેમજ બાળકો સાથે સંવાદ કરી શિક્ષણની ચકાસણી ખુદ કલેકટર દ્વારા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા અચાનક છોટાઉદેપુર અને કવાંટ તાલુકામાં આવેલ આશ્રમ શાળાઓની મુલાકાતે પહોંચ્યા હતા. કલેકટર અનિલ ધામેલીયા જેવો શિક્ષણ ઉપર સતત નજર રાખી રહ્યા છે. અને અચાનક પ્રાથમિક શાળા હોય કે આશ્રમ શાળાઓની મુલાકાત લેતા હોય છે. જ્યારે કલેકટરે અચાનક બન્ને તાલુકાઓમાં આવેલ આશ્રમ શાળાઓની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. સાથે કલેકટર અનિલ ધામેલીયાએ આશ્રમ શાળાઓની મુલાકાત લઈને અઘિકારીઓને સૂચનો પણ કર્યા હતા.

Related posts

આદિવાસી વિસ્તારોમાં ભણતા વિધાર્થીઓને રહેવા અને જમવાનો ખર્ચ આદિજાતિ વિભાગ ઉઠાવે છે પરંતુ મુલાકાત લીધી તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા

admin

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહના વરદહસ્તે રૂ. ૩૬.૩૬ કરોડના ખર્ચે જોજવામાં બનનારા બ્રિજનું ખાતમુહૂર્ત

admin

છોટાઉદેપુર જિલ્લાના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર રૂપિયા 1 લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાયા

admin

Leave a Comment