Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર-જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને કડક માર્ગદર્શિકાનું પાલન કરવાના આદેશ કર્યો

અમદાવાદની સેવેંથ ડે શાળામાં બનેલી અત્યંત દુ:ખદ ઘટના બાદ સમગ્ર ગુજરાતનું શિક્ષણ જગત સ્તબ્ધ છે.

એક સામાન્ય ઝઘડામાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કર્યો અને તેનું કરુણ મોત થયું હતું. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા શિક્ષણ વિભાગ હવે વધુ સતર્ક બન્યો છે અને શહેર-જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને કડક માર્ગદર્શિકાનું પાલન કરવાના આદેશ કર્યો છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની બેગની અચાનક અને નિયમિત તપાસ શરૂ કરવામાં આવે તેવી સૂચનાઓ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી અને શાસનાઅધિકારી દ્વારા જાહેર કરાઈ છે. અમદાવાદની ઘટના બાદ સ્કૂલ સેફટી પોલીસી-2016 અનુસંધાને રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્ત જાળવવા નવી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જેના ભાગ રૂપે વડોદરાની સરકારી, ગ્રાન્ટેડ, પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામને સૂચનાઓ જારી કરવામાં આવી છે. સાથે શાળાઓએ શિસ્ત સમિતિની રચના કરવી પડશે, જેમાં આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થી પ્રતિનિધિઓ (મોનિટર/જી.એસ. સભ્ય)નો સમાવેશ થશે. આ સમિતિ શાળા પરિસર, રમતના મેદાન અને આવાગમનના સમયે સલામતીની ખાતરી કરશે. વધુમાં, સ્કૂલ બેગની આકસ્મિક ચકાસણી, વાલીઓને બેગ ચકાસણીની સૂચના અને અસાધારણ ઘટનાઓની તાત્કાલિક જાણ શિક્ષણ કચેરીને કરવાની રહેશે. આ સૂચનાઓનું ચૂસ્તપણે પાલન કરવા અંગે એક પત્ર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જારી કરવામાં આવ્યો

Related posts

સલમાન ખાને ઉડાવી દેવાની ધમકી આપનાર વડોદરા નજીકના રવાલ ગામના 26 વર્ષીય યુવકની અટકાયત કરવામાં આવી…

admin

વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરોનો આક્રોશ

admin

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે રીઢા ઘરફોડ ચોરને ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યો

admin

Leave a Comment