વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીઢા ઘરફોડ ચોરને ચોરીની બાઈક સાથે દબોચી લીધો હતો.આરોપી બાદલસીંગ ટાંક મોટર બાઈક ચોરી કરીને અકોટા વિસ્તારમાં ઘરફોડ ચોરી કરવા ગયો હતો.દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમને આરોપી અંગે બાતમી મળી હતી.જે બાતમીના આધારે અકોટા વિસ્તારમાં વોચ ગોઠવતા રીઢો ચોર પોલીસના હાથે ઝડપાયો હતો.પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ સોનાના દાગીના, મોટર બાઈક મળીને કુલ 1,26,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આરોપી બાદલસીંગ વિરુદ્ધ અગાઉ સયાજીગંજ અને અકોટા પોલીસ મથકે ચોરીના ગુના નોંધાયા છે.