Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી રેસ્ટ હાઉસ ખાતે આવેલ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના આક્ષેપો

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી રેસ્ટ હાઉસ ખાતે આવેલા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્યએ સરકારી કચેરીઓમાં નાણાં લીધા વગર થતું નથી જયારે પંચાયત માર્ગ મકાન વિભાગ અને સ્ટેટ આર એન્ડ બી વિભાગમાં એક જ વર્ષમાં બનેલા રસ્તા અને પુલ ધોવાઈ જાય છે. ભસ્તચારના કારણે કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાઈ પછી પણ કામો હલકી કક્ષાના થાય છે. જયારે છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાટ ખાતે એકલવ્ય મોડેલ સ્કૂલમાં ફ્રુડ પોઇઝનિંગ હોવા છતાંય વાયરલ ઇન્ફેક્શન બતાવામાં આવી રહ્યું છે. જયારે વાયરલ ઇન્ફેક્શન હોય તો બીજા બાળકોને પણ થાય સમગ્ર મામલામાં તપાસ થવી જોઈએ તેવા આક્ષેપો ધારાસભ્ય કર્યા છે.

નસવાડી ખાતે આમ આદમીના પાર્ટીના કાર્યકરો સાથે ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ મુલાકાત લીધી હતી. જેમાં નસવાડી તાલુકાના હમીરપુરા ખાતે આદિવાસી બાળકો પાસે શોચાલય સફાઈ શિક્ષક દ્વારા કરવામાં આવી હતી.જેની રજૂઆત કાર્યકરોએ ધારાસભ્યને કરી હતી. જયારે અન્ય આગેવાનોએ પણ અલગ અલગ રજૂઆતો કરી હતી. જયારે ચેતર વસાવાએ પ્રેસ કોન્ફ્રન્સમાં સરકાર ઉપર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે શાળાના ઓરડાઓ જર્જરિત છે શિક્ષકોની જગ્યા ખાલી છે જયારે એક વર્ષમાં બનેલા પુલ રસ્તા ધોવાઈ રહ્યા છે જેમાં અધિકારીઓ વ્યાપક પણે ભસ્તચાર કરે છે નસવાડી તાલુકામાં બનેલા રસ્તા અને પુલની તપાસ થવી જોઈએ જયારે આદિવાસી વિસ્તારમાં કોઈ પણ કામ માટે સરકારી કચેરીઓમાં આદિવાસી લોકો જાય છે ત્યારે તેઓ પાસે અધિકારીઓ પૈસા વસુલે છે વડાપ્રધાન આવસ યોજનામાં વર્ક ઓડર થી લગાવી બિલ મેળવવા સુધી ટકાવારી વસુલવામાં આવે છે જયારે ગુજરાત પેર્ટન યોજનાનું આયોજન હજુ થયું નથી. જયારે આદિવાસી વિસ્તાર માટે ગુજરાત પેર્ટન યોજનામાં કરોડો રૂપિયા આપે છે. અને આદિવાસી સમાજને ઉપયોગી અનેક યોજનાઓ છે. ત્યારે આયોજન ના થતા આદિવાસી લોકોને લાભો મળ્યા નથી. જયારે ચેતર વસાવાએ વધુમાં સ્થાનિક નેતાઓ અને અધિકારીઓને ઉપર ગંભીર આક્ષેપ કરતા કહું હતું કે વિકાસના કામોના આયોજનો બારોબારો કરી દેવામાં આવે છે. જેથી ટકાવારીના રાજમાં કામોની ગુણવતા જળવાતી નથી જયારે જાતિના દાખલઓ પણ આદિવાસી લોકોને સળતાથી મળતા નથી જેના ઉપર અધિકારીઓ ધ્યાન આપવું જોઈએ ચેતર વસાવા નસવાડી આમ આદમીના કાર્યકરો સાથે મિટિંગ કરી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને તૈયારીઓમાં લાગી જવા સૂચના આપી છે. અને લોકોના પ્રશ્નો હલ કરવા અનુરોધ કર્યો છે.

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે તડામાર તૈયારીઓ

admin

અતિજોખમી ૧૧૧ થી વધુ સગર્ભા માતાઓને પ્રોટીન યુક્ત આહાર કિટનું વિતરણ

admin

પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાકોનું વાવેતર કરીને આવક મેળવતા છોટાઉદેપુર તાલુકાના દડીગામના ખેડૂત લાલાભાઈ રાઠવા

admin

Leave a Comment