27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કાઉન્સિલરના સુએઝ શાખામાં પાછલા 7 વર્ષમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ

12 વર્ષ ચાલે તેવા પંપો માત્ર 3 વર્ષમાં બદલવા આયોજન પૂર્વકની ગોઠવણના આક્ષેપ સાથે મ્યુ. કમિશનરને રજૂઆત

કોર્પોરેશનના સુએઝ પંપિંગ સ્ટેશનના ઓપરેશન અને મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટમાં કોર્પોરેશનને થતા નુકસાન માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા તેમજ વિજિલન્સ તપાસ કરવા અપક્ષ કાઉન્સિલરે મ્યુ. કમિશનરને રજૂઆત કરી હતી.વોર્ડ નં. 15ના અપક્ષ કાઉન્સિલરએ મ્યુ. કમિશનરને રજૂઆત કરી છે કે, કોન્ટ્રાક્ટરો ઈજારાની શરતો મુજબ કામગીરી ન કરતા ડભોઇ રોડના સુએઝ પ્લાન્ટના પંપોને નુકસાન થતાં પંપો બદલવાની જરૂરિયાત ઊભી થાય છે. કામની એક વર્ષની ગેરંટીમાં પંપો બંધ હોવા છતાં બીલનું ચુકવણું થાય છે.

વિજિલન્સના 3 લાખની રકમ કપાત કરવાની કમિશનરની નોંધ હોવા છતાં રકમ કાપ્યા વગર ઉમિયા એન્જિનિયરિંગ વર્કસને ચૂકવી આપી હતી. જેમાં કોર્પોરેશનને રૂ.15 લાખનું નુકસાન થયું હતું. ડભોઇ રોડ પ્લાન્ટ ખાતે 6 પંપ લાગ્યા હતા અને 7 પંપ દર્શાવ્યા છે. વાસણા, મકરપુરા, લક્ષ્મીપુરા વિગેરે પમ્પિંગ સ્ટેશન ખાતે પંપ બદલવાના નામે સરકારને ગંધ ન આવે તે માટે અલગ અલગ ગ્રાન્ટમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરી ભ્રષ્ટાચાર આચર્યો છે. ઓછી કેપેસિટીના પંપ લગાવ્યા બાદ માત્ર પાંચ વર્ષના સમયગાળામાં તેના સ્થાને તેનાથી વધુ ઓછી કેપેસિટીના નવા પંપો ફરી લગાવ્યા હતા.

Related posts

છોટાઉદેપુર નગર પાલિકાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું નગરના સાત વોર્ડમાં અલગ અલગ પક્ષોના બેનરો અને તોરણ જોવા મળ્યા

admin

કુદરતી આફતો સમયની તૈયારીઓ પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

admin

ધાડણકર પરિવાર દ્વારા ૧૫૦ વર્ષ જૂની શ્રીજીની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવે છે.

admin

Leave a Comment