33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં લઈને આમ આદમી પાર્ટીની અગત્યની બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે નજીક આવી રહી છે. જેના ઉપલક્ષમાં તમામ પક્ષે પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીની અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યની સાથે જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવા, તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ વરશનભાઈ રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અને પાર્ટીને વધુ મજબૂત કઈ રીતે બનાવી શકાય તે અંગે ચર્ચા કરાઈ હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક જાહેરાત કરી હતી. કે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના સાતે સાત વોર્ડમાં ઉમેદવારો ઉતારવામાં આવશે.એમ ધારાસભ્ય ચૈતર વસાવા એ જણાવ્યું હતું.

Related posts

વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર વન વિભાગ હેઠળ જિલ્લાની 10 રેન્જમાં જુદા જુદા કાર્યક્રમો યોજાશે.

admin

ડભોઇ સેવાસદન અને મામલતદારના બંગલા પાસે ગંદકીનું સામ્રાજ્ય ‘સ્વચ્છતા’ માત્ર જાહેરાતોમાં

admin

Play Free Roulette Online: A Comprehensive Guide

admin

Leave a Comment