વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગેની અગત્યની બેઠક મળવા પામી હતી. જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગેની મહત્વપૂર્ણ બેઠક મળી હતી આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડેપ્યુટી કમિશનર અને આ વિભાગના ઇન્ચાર્જ વી એમ રાજપુત દ્વારા આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વડોદરામાં સ્વચ્છતા ઝુંબેશ પુરજોશમાં ચાલે અને વડોદરામાં ગંદકીનો સામ્રાજ્ય ન રહે તે માટે વોર્ડ ઓફિસર સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓને કઈ રીતે કામગીરી કરવાની છે તે અંગેનું આ બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકના અંતે ડેપ્યુટી કમિશનર વી એમ રાજપુતે વિસ્તૃતમાં માહિતી આપી હતી સાથેજ તેમને ગંદકી કરનાર વિરુદ્ધ ફટકારવામાં આવેલા દંડ અને તેની વસૂલાત અંગેની પણ માહિતી આપી હતી.

