31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વર્ષો જૂનું વડનું ઝાડ ભાથીજી મંદિર પર ખાબક્યું

વડોદરા: ગોત્રી વિસ્તારના પૌરાણિક ક્ષત્રિય ભાથીજી મંદિરે આજે એક મોટી દુર્ઘટના ટાળી. વર્ષો જૂનું એક વિશાળ વડનું ઝાડ મંદિરના ઉપરના ભાગ પર પડી નુકસાન પહોંચાડી ગયું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

મંદિરમાં ભક્તોની આવકજાવક સામાન્ય હોય છે, અને આજે જેએ સમયે ઝાડ પડી ત્યારે કોઈ ભક્ત હાજર ન હતો, જેના કારણે મોટી અકસ્માત ટળી.

સ્થાનિકો ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 9 ના યુવા કોર્પોરેટર શ્રીરંગ (રાજેશ) આયરેની મદદ માટે સંપર્ક કર્યો. રાજેશ આયરે તરત જ સ્થળ પર દોડી ગયા અને વડોદરા કોર્પોરેશન તેમજ વડીવાડી ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર બ્રિગેડની ટીમ ક્રેન અને આધુનિક સાધનો સાથે આવી પહોંચીને કલાકોની મહેનત બાદ ઝાડને કાપીને દૂર કર્યું.

શ્રીરંગ (રાજેશ) આયરેે જણાવ્યું: “સ્થાનિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. ઘટનાની જાણ થતા જ ફાયર ટીમ અને કોર્પોરેશનની મશીનરી કામે લગાડી દેવાઈ, જેથી રસ્તો ખુલ્લો થાય અને મંદિરને વધુ નુકસાન થતું અટકાવી શકાય.”

હાલમાં મંદિરની મરામત શરૂ કરવામાં આવી છે અને આસપાસના વિસ્તારને સલામત બનાવવામાં આવી રહ્યો છે.

Related posts

ડભોઈ પોલીસે વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડયો

admin

બે વર્ષ સુધી દુમાડ બ્રિજથી અમિત નગર સર્કલ સુધી ભારદારી વાહનોની એન્ટ્રી પર રોક

admin

ડભોઇ શહેર તાલુકાના યુવાનોએ શરૂ કરી અનોખી ચાલતી-ફરતી દુકાન

admin

Leave a Comment