વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક સુસિલ અગ્રવાલ ની સુચના અને નાયબ જિલ્લા પોલીસ અધિકારી આકાશ પટેલ ના માર્ગદર્શન હેઠળ ઓપરેશન પરાક્રમ હેઠળ દારૂ જુગાર ની બદી ડામી દેવા ની સુચના ઓ બાદ ડભોઈ પોલીસ ના પી.આઈ જે.એમ.ચાવડા ના રાહબરી હેઠળ ડભોઈ પોલીસ ને બાતમી મળેલ કે થરવાસા ચોકડી થઈ કાયાવરોહણ તરફ ભારતીય બનાવટ ના વિદેશી શરાબ ભરેલી ઈકો ગાડી GJ 24 -AF 1923 સદર જગ્યાએ આવતા રોકી તપાસ કરતા પ્લાસ્ટિક ના કવાટર ની પેટી અને છુટા કવાટર મળી કુલ નંગ ૪૩૧ જેની કુલ કિંમત ૨, ૦૨, ૧૩૯ /- મોબાઈલ૧૦, ૦૦૦/- ઈકો ગાડી ની કિંમત ૧,૫૦,૦૦૦/- મળી કુલ ૩,૬૨,૧૩૯ /- નો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમો ની ધરપકડ કરી પોલીસે પ્રોહિબિસન ની કલમો લગાડી કાર્યવાહી હાથ ધરી છે
પી.આઈ. જે.એમ.ચાવડા સાથે અ.હે.કો રાજેન્દ્રસિંહ, આ.હે.કો. દિનેશભાઈ અ.હે.કો. યુવરાજ સિંહ અને બે હે.કો અર્જુન ભાઈ એ કામગીરી કરી છે હવે પોલીસ આ જથ્થો કોણે કોના માટે મંગવ્યો ની તપાસ હાથ ધરે તો ચોક્કસપણે ચોકાવનારી વિગતો બહાર આવી શકે છે.

