અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે હવા મહેલ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ખેપીયાઓ ને ઝડપી પાડયા હતા પકડાયેલા બંને ખેપીયાઓ પૈકી એક નગરપાલિકામાં રોજમદાર કર્મચારી તરીકે ફરજ બજાવે છે.
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે હવા મહેલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે વાપીના છરવાડા સ્થિત જલારામ નગરના રહેવાસી હરેન્દ્ર સિદ્ધનાથ સિંગ અને અર્પિત ધર્મેશકુમાર સુણેવવાલાને ઝડપી પાડ્યા હતા.
તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી વિદેશી દારૂની 26 નંઞ બોટલ મળી આવી હતી. પોલીસે 31 હજારની કિંમતનો દારૂ અને બે મોબાઈલ ફોન મળી કુલ 37 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બંને ખેપીયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
આરોપી અર્પિત સુણેવવાલા અંકલેશ્વર નગર સેવા સદનમાં રોજમદાર કર્મચારી તરીકે કાર્યરત છે. તે અગાઉ પણ પ્રોહિબિશન ના ગુનામા ઝડપાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે

