30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
અંકલેશ્વરભરુચ જિલ્લોવડોદરાવડોદરા જિલ્લો

અંકલેશ્વર GIDCની આવકાર ડ્રગ્સ પ્રા. લિ. કંપની માંથી વિપુલ માત્રામાં કોકેઈનનો જથ્થો ઝડપાયો હોવાના કેસ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી

અંકલેશ્વર તા.૧૪ અંકલેશ્વર જીઆઈડીસીની આવકાર ડ્રગ્સ પ્રા. લિ. કંપનીમાંથી વિપુલ માત્રામાં કોકેઈનનો જથ્થો ઝડપાયો હોવાના કેસમાં દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં કંપનીના ત્રણ ડિરેક્ટર, વડોદરાના એક કન્સલ્ટન્ટ તેમજ કંપનીના કેમિસ્ટ મળી કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી તેમનુ મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ આજે અંકલેશ્વરની કોર્ટમાં રજુ કરી ૭૨ કલાકના ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવ્યા હતા.

અંકલેશ્વર જીઆઈડીસીમાં વિવિધ ફાર્મા ઇન્ટરમીડીયટનુ જોબ વર્ક કરતી આવકાર ડ્રગ્સ પ્રા. લિમિટેડ કંપનીમાંથી દિલ્હી અને ગુજરાત પોલીસની સંયુક્ત ટીમને ૫૧૮ કિલો કોકેઈનનો મોટો જથ્થો મળ્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૃ.૫૦૦૦ કરોડ જેટલી થાય છે. પોલીસે ગત મોડી રાત્રે કંપનીના ડિરેક્ટરો અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠીયા, વિજય ભેસાણિયા તેમજ કંપનીના કેમિસ્ટ મયુર દેસલે, વડોદરાના રહીશ અને કન્સલ્ટન્ટ અમિત મૈસૂરિયાની ધડપકડ કરી હતી.

ગઇ મોડી રાત્રી સુધી પોલીસે કંપનીમાં સધન શોધખોળ હાથ ધરી હતી. પાંચ હજાર કરોડની કિંમતના કોકેઈનનું ઉત્પાદન કરતી આ કંપનીમાં આજે સવારે પણ પ્લાન્ટ ચાલુ જોવા મળ્યો હતો. આજે સવારે પાંચેય આરોપીને અંકલેશ્વર કોર્ટમાં લઈ જવાયા હતા અને દિલ્હી પોલીસે ટ્રાન્ઝીટ રિમાન્ડની માંગ કરી હતી. ૭૨ કલાકના ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવી તમામ આરોપીઓને વધુ તપાસ માટે દિલ્હી લઈ જવાશે.

દિલ્હીથી અંકલેશ્વરની આવકાર કંપનીને વડોદરાના કન્સલ્ટન્ટ મારફતે તેમની જરૃરિયાત મુજબ કેમિકલ બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. ૫૧૮ કિલો કોકેઇન અંકલેશ્વરમાં ઓર્ડર આપી બનાવવામાં આવ્યુ હોવાનુ બહાર આવતા કંપનીમાં વધુ ઓર્ડર હોવાની આશંકાએ છાપો મારવામાં આવ્યો હતો. કંપનીમાં તપાસ દરમિયાન દિલ્હી મોકલવા માટે ઓર્ડર પ્રમાણે ઉત્પાદન કરવામાં આવતુ હોવાનુ જાણવા મળ્યુ હતુ. જે વાહનોમાં કોકેઈન દિલ્હી મોકલાતુ હતુ તે વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવતી હતી અને તેના આધારે આ રેકેટ ઝડપાયુ હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે.

પાંચ આરોપીઓના નામો

  • અશ્વિન રામાણી
  • બ્રિજેશ કોઠીયા
  • વિજય ભેંસાણિયા
  • મયુર દેસલે
  • અમિત મૈસુરિયા

Related posts

બોલેરો ગાડીના ચાલક દ્રારા ફોરવીલર વાહન ચાલકને ટક્કર મારવામાં આવી અને તેની સાથે મારામારી જપાજપી કરવામાં આવી

admin

પાલિકામાં સફાઈ કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું

admin

પોલિટેક્નિકમાં ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ..ડીનનો શર્ટ ફાટ્યો બે પોલીસ કર્મી ઘાયલ

admin

Leave a Comment