31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકા સામાન્ય વહીવટ વિભાગ પર્સોનલ દફતર

વડોદરા મહાનગરપાલિકાએથી વર્ગ-૪ ખાસ કરીને સફાઈસેવકને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ફાયદો મળે તેવો પ્રયત્ન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે જે માનવદિન સફાઈ કર્મચારીઓએ કોરોનાની મહામારી સમયે સમરસ હોસ્ટેલમાં જીવના જોખમે કામ કરેલ હતું. જેઓને અનિયમિતતાને કારણે કામ પર લીધેલ ન હતા તેવા કુલ-૧૪૦ સમરસ માનવદિન સફાઈસેવક કર્મચારીઓને માનવતાના ધોરણે પુન: કામ પર લેવામાં આવેલ છે. તેઓને છેલ્લા બે વર્ષથી અનિયમિતતાને કારણે કામ પર લેવામાં આવેલ ન હતા.

તેઓને કોમ્પ્યુટરાઈઝડ સેલરી સ્લીપ, ઈ.પી.એફ. ની કપાત કરી આપવાનું આયોજન હાથ ધરેલ છે. જેથી કરીને સમરસ-માનવદિન સફાઈસેવક કર્મચારીઓને મળવાપાત્ર લાભો આપવામાં આવશે.

તા.૧૫-૧૦-૨૦૨૪ ને મંગળવારના રોજ સવારે ૧૧-૪૫ કલાકે માન. મેયરશ્રીની કચેરીમાં, માન. મેયરશ્રીના હસ્તે પુન: સેવામાં લેવા માટેના હુકમ એનાયત કરવામાં આવશે.

Related posts

મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા ગયેલા સામાજિક કાર્યકરને ધક્કો મારીને બહાર કાઢવામાં આવ્યા

admin

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારના રોઝરી ચર્ચ ખાતે પ્રભુ ઈસુના જન્મદિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી

admin

પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલય ઓપનિંગ બાદ પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઇ

admin

Leave a Comment