માનીતા કોન્ટ્રાક્ટરના એક્સ્ટેન્શન માટે સેન્ટ્રલ સ્ટોરનો કારસો, 2022નું ટેન્ડર કોપી-પેસ્ટ કર્યું છે
શોભનમ ડેકોરેટર્સને 2022થી એક્સટેન્શન અપાતું હતું, વિવાદ થતાં ટેન્ડરમાં સુધારો કર્યો
પાલિકામાં માનીતા કોન્ટ્રાક્ટરને ફરાસખાનાનો કોન્ટ્રાક્ટ કે એક્સ્ટેન્શન મળે તે માટે સુનિયોજિત રીતે 2022નું ટેન્ડર કોપી-પેસ્ટ કરી મૂકાયું હતું. જેમાં ટેન્ડર વિતરણ અને ભરવાની તારીખના વર્ષ જૂના વર્ષોના વાર્ષિક ટર્નઓવરમાં સુધારો કરાયો ન હતો. ટેન્ડર જૂનું હોવાથી નવો કોન્ટ્રાક્ટર ટેન્ડર ન ભરે અને ફરીથી ચાલુ કોન્ટ્રાક્ટને ના છૂટકે એક્સ્ટેન્શન આપવું પડે તેવો તખ્તો ગોઠવાયો હતો.
પાલિકામાં માનીતા કોન્ટ્રાક્ટરને કામ મળે તે માટે તંત્ર દ્વારા ટેન્ડરની શરતો બદલવા, લોએસ્ટની જગ્યાએ અન્યને કામ આપવા જેવા મનસ્વી નિર્ણયો લેવાયા છે. પાલિકા દ્વારા સામાજિક અને 1 સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ફરાસખાનાનો 1 કરોડની મર્યાદામાં કોન્ટ્રાક્ટ અપાયો છે. જે 2022થી ટેન્ડર વિના એક્સટેન્શન આપી ચલાવાય છે. તાજેતરમાં સ્થાયીની બેઠકમાં સભ્યોએ એક્સટેન્શનનો વિરોધ કરી નવો કોન્ટ્રાક્ટ કરવા સ્પષ્ટ સૂચના આપી હતી. સ્થાયીની કડકાઇથી સેન્ટ્રલ સ્ટોર વિભાગે 7 ઓક્ટોબરે ટેન્ડર ઓનલાઈન મુક્યું હતું. જોકે વિભાગે 2022નું જ ટેન્ડર કોપી-પેસ્ટ કરી મૂકતાં વિવાદ થયો હતો. જોકે વિવાદ થતાં અંતે ટેન્ડરને સુધારા સાથે ફરીથી મૂકાયું હતું.
સ્થાયીની સૂચના છતાં શરતોમાં ફેરફાર ન કર્યો 2022થી 5 વખત એક્સ્ટેન્શન લેનારા કોન્ટ્રાક્ટર શોભનમ ડેકોરેટર્સને છઠ્ઠીવાર એક્સ્ટેન્શન આપવા દરખાસ્ત આવી હતી. અગાઉની સ્થાયીમાં કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની માગ સાથે દરખાસ્ત મુલતવી રખાઈ હતી. 13 સપ્ટેમ્બરે મળનારી બેઠક પૂર્વેના એજન્ડામાં દરખાસ્ત ફરી મુકાઈ હતી. સ્થાથીમાં કોન્ટ્રાક્ટરને છેલ્લીવાર એક્સ્ટેન્શન આપી ફરી ટેન્ડરિંગ કરી અન્ય કોન્ટ્રાક્ટરો પાસે આ ભાવે કામ કરાવવા સૂચના અપાઈ હતી. છતાં ટેન્ડરને કોપી-પેસ્ટ કરાયું હતું

