Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કડવા ચોથ પર્વ નજીક હોવાથી વડોદરાના બજારમાં તૈયાર કરવાનું વેચાણ શરૂ થઈ ગયું…

કરવા ચોથ પરિણીત મહિલાઓ માટે બહુ ખાસ દિવસ છે. કરવા ચોથનું શાસ્ત્રોમાં વિશેષ મહત્વ છે. કરવા ચોથ આસુ વદ ચોથ તિથિ પર ઉજવવામાં આવે છે. કરવા ચોથ પર પરિણીત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. ઉપરાંત કુંવારી યુવતીઓ સારા વરની ઇચ્છા માટે પણ કરવા ચોથનું વ્રત કરે છે. કડવા ચોથ વ્રત બહુ કઠિન હોય છે. કરવા ચોથના વ્રતમાં મહિલાઓ આખો દિવસ પાણી પીધા વગર નિર્જલા ઉપવાસ કરે છે. સાંજે ચંદ્રની પૂજા કર્યા બાદ પતિનું મુખ જોઇ પારણાં કરે છે. તેમજ આ દિવસે દેવી પાર્વતી, ભગવાન શિવ અને ગણેશની પૂજા કરવાનું મહાત્મ્ય છે. આ વર્ષે કરવા ચોથ 19 ઓક્ટોબરે ઉજવણી કરવામાં આવશે
શાસ્ત્રો અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ સ્વરૂપે મેળવવા માટે કરવા ચોથ ઉપવાસ રાખ્યો હતો. આ વ્રત બાદ જ તેમના લગ્ન શિવ સાથે થયા હતા. ત્યારથી કરવા ચોથનું વ્રત શરૂ થયું. આ વ્રત લગ્ન જીવનમાં અપાર સુખ લાવે છે. એવું માનવામાં આવે છે કે જે પરિણીત સ્ત્રી આ દિવસે અન્ન અને પાણી ત્યાગ કરી વ્રત રાખે છે, તેમના પતિને લાંબુ આયુષ્ય મળે છે અને ક્યારેય કોઈ હાનિ થતી નથી. વળી, કુંવારી છોકરીઓ મનપસંદ વરની ઈચ્છા સાથે આ વ્રત રાખે છે ત્યારે વડોદરા શહેરના બજારમાં કડવા ચોથ કરતી મહિલાઓ માટે તૈયાર ખાંડ ના કડવા, માટીના કડવા, ચાઈની રેડીમેટ વેચાણ શરૂ થઈ ગયું છે. આગામી દિવસોમાં કડવા ચોથનું ગુજરાતમાં ખૂબ જ ઉસ્તાભેર ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે 19 ઓક્ટોબર 2024 ના રોજ કડવા ચોથ નો પર્વ ને લઈને વડોદરા શહેરના બજારોમાં તૈયાર કડવા નું વેચાણ શરૂ થઈ ગયું છે જેથી કડવા ચોથ કરતી મહિલાઓ ને વિવિધ જાત જાતની કડવા ચાઈની અને કરવા ચોથ માં પૂજામાં વપરાતી તૈયાર વસ્તુઓનું વેચાણ શરૂ થઈ ગયું છે વધુમાં વેપારીએ જણાવ્યું કે

Related posts

વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે ભારતીય જનતા પાર્ટી ઉજવશે “બિહાર દિવસ”

admin

ડિજિટલ એરેસ્ટ ફ્રોડ ના ૪ આરોપીની સાઇબર ક્રાઇમ પોલીસે કરી ધરપકડ…

admin

ડભોઇ તાલુકાના સીતપુર ગામના રહેવાસીઓ વારંવારની વીજ ટ્રિપિંગથી પરેશાન રોષે ભરાયેલા ગ્રામજનોએ સબ સ્ટેશન ખાતે પહોંચી કર્યું હલ્લાબોલ

admin

Leave a Comment