ચુડા પોલીસ સ્ટેશનનાં વાર્ષિક ઇન્સ્પેકશન અંતર્ગત ચુડા તાલુકાનાં ચોકડી ગામે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ગીરીશ પંડ્યાની ઉપસ્થિતિમાં વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ગ્રામજનોને પોલીસની કામગીરી તથા નાગરિક્ની ફરજ વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા.અને કાર્યક્રમનાં અંતે શાળા પરિસરની મુલાકાત લઈને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ તકે લીંબડી ડીવાયએસપી વી.એમ.રબારી તથા લીંબડી સીપીઆઈ એમ.એચ.પુવાર તથા ચુડા પીએસઆઈ એચ.એચ.જાડેજા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ખુબજ સારી રીતે પારિવારિક માહોલમાં કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

