Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

કરાલી પોલીસ સ્ટેશન ખાતે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરાયું.

છોટાઉદેપુર જિલ્લાના કરાલી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન લોક દરબારનું આયોજન છોટાઉદેપુર જિલ્લા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના અધ્યક્ષતા હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોડેલી ડિવિઝનના એ.એસ.પી. ગૌરવ અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા કરાલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. ત્યારે કરાલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.ડી,કે, પંડ્યા અને કરાલી પોલીસ મથકના તમામ પોલીસ જવાનો દ્વારા અધિકારીઓનો ગાર્ડ ઓફ ઓનર આપી સાથે પોલીસ સ્ટાફ દ્વારા વેલકમ કરવામાં આવ્યું હતું. જેમાં કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારના આજુબાજુ ગ્રામ પંચાયતના સરપંચો, અને આગેવાનો તેમજ વેપારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા, કરાલી પોલીસ સ્ટાફને રહેવા માટે રહેણાંક મકાનોની વ્યવસ્થા કરવા સહિત કરાલી પોલીસ મથકમાં આગવી સમયમાં કોઈ પણ પ્રકારના મોટા ગુન્હા ના બને ભાઈ ચારા સાથે રહે એ પ્રકારની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

ડોક્ટરને મોટો ફાયદો બતાવી ૧૨ લાખનું સાયબર ફ્રોડ મામલે પોલીસ દ્રારા રાજસ્થાનના એક આરોપીની ધરપકડ કરવામાં આવી

admin

સંખેડા ખાતે ઓરસગ ટ્રેડિંગના ગ્રાઉન્ડમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સાંભડવા લોકો ઉમટી પડ્યા

admin

ડોલોમાઈટ ઉદ્યોગ સાથે સંકળાયેલ હજારો લોકોને બેકારી અને ભૂખમરાનો સામનો કરવાનો વારો

admin

Leave a Comment