Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

ડોલોમાઈટ ઉદ્યોગ સાથે સંકળાયેલ હજારો લોકોને બેકારી અને ભૂખમરાનો સામનો કરવાનો વારો

ડોલોમાઈટ ઉદ્યોગ એ છોટાઉદેપુર જિલ્લાનો એક માત્ર ઉદ્યોગ છે. અને આ ઉદ્યોગ પર હવે બંધ થવાને આવે ગયો હોય ઉદ્યોગ સાથે સંકળાયેલ હજારો લોકોને બેકારી અને ભૂખમરાનો સામનો કરવાનો વારો આવ્યો છે.

   છોટાઉદેપુર જિલ્લામાં ડોલોમાઈટનો સફેદ પથ્થરએ સફેદ સોનું ગણાય છે.  27 ખાણો અને પથ્થરનો પાવડર બનાવતી 131 ફેકટરી આવેલ છે. આ સાથે ટ્રાન્સપોર્ટનો ધંધો સંકળાયેલ છે. આ તમામ સ્રોત સાથે લગભગ 25000 લોકો રોજી રોટી મેળવે છે. પરંતુ આ તમામ લોકોને ચિંતા એ વાતની સતાવે છે, કે પર્યાવરણ સર્ટિફિકેટ ના મળતા ડોલોમાઈટ ઉદ્યોગ બંધ થયો છે. ખાણો સુમસાન બની છે. ફેકટરીઓને તાળા વાગ્યા છે, તો ટ્રાન્સપોર્ટને સીધી અસર થતા ટ્રકોના પૈડાં થંભી ગયા છે. 


   ડોલોમાઈટ ઉદ્યોગ 50 વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યો છે. વાનાર, ઝમાલા,આત્રોલી , કાછેલ , દળીગામ ,સહિત લગભગ 20 જેટલા ગામોના 25 થી 30 હજાર લોકો રોજી રોટી મેળવે છે. છોટાઉદેપુર જિલ્લામાં ડોલોમાઈટ ઉદ્યોગ સિવાય બીજો કોઈ ઉદ્યોગ ના હોય. રોજગારી માટેનો ખુબ મોટો સવાલ ઉભો થયો છે. જો ડોલોમાઈટ ઉદ્યોગ બંધ થઈ જાય તો શું? એ બાબતે ચિંતા મા મૂકાયાં છે.

   ખાણોના માલિકોનું કહેવું છે, કે જ્યાં પણ ખાણો ત્યાં રોડ રસ્તા લીઝ માલિકો એ બનાવ્યા છે. કેટલાક રોડ રસ્તા કે એક ગામ થી બીજા ગામને જોડે છે. બસ એજ વાતને લઈ હવે પર્યાવરણ વિભાગ દ્વારા એનવાર્મેન્ટ સર્ટિફિકેટ આપવામા આવતું નથી. જેને લઇ લગભગ 20 દિવસથી તમામ લીઝો હાલ બંધ છે. લીઝો બંધ થતા તમામ અસેસોએશન ના પ્રમુખ નું કહેવું છે, કે M.G.V.C.L ને મોટામાં મોટુ નુકશાન ,ઈનકમ ટેક્સને નુકશાન ,જી.એસ.ટી વિભાગને ,સહિત સરકારની મોટી ઈનકમ બંધ થશે.સાથો સાથ ડોલોમાઈટ ઉદ્યોગ સાથે સંકળાયેલ તમામ લોકોની આજીવિકા બંધ થઈ જશે.

બેકાર બનેલા તમામ લોકોએ ટ્રકો સહિત ડોલોમાઈટ ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ લોકોએ ખૂબ મોટી સંખ્યામાં છોટાઉદેપુર ખાતે રેલી યોજી આવેદન પત્ર આપી પોતાની વ્યથા અને આ ઉદ્યોગ ચાલે થાય તેવા પ્રયાસો કરવાની રજૂઆત કરી

Related posts

જેતપુર પાવી મુસ્લિમ સમાજ દ્રારા વકફ એક્ટ અને યુસીસીના વિરોધમાં મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર

admin

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ખાતે હોળીના ત્રીજા દિવસે દર વર્ષેની જેમ આ વર્ષે પણ વિશ્વ વિખ્યાત ભાતીગળ “ગેર મેળા”નું આયોજન

admin

છોટાઉદેપુર જીલ્લાના છોટાઉદેપુર તથા કવાંટ પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ ચોરીના ગુનામાં રાજ્ય બહારના ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

admin

Leave a Comment