43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા આજવારોડ શ્રી જ્ઞાનસાગર રેસિડેન્સી નજીક વધુ એક જોખમી ભૂવો પડ્યો

પાલિકાની અણ આવડતને કારણે વડોદરા સિટી સ્માર્ટ સિટી તો ન બની શકી પરંતુ ચોમાસામાં ભૂવાનગરી, ખાડોદરા નગરી જરૂર બની ગઇ છે. પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરાતી રોડરસ્તાઓ, ડ્રેનેજની કામગીરીમાં જાણે વેઠ ઉતારી હોય અથવાતો ભ્રષ્ટાચાર કરાયો હોય તેવું જણાય છે કારણ કે ચોમાસામાં શહેરમાં ઠેરઠેર જોખમી ભૂવાઓ પડી રહ્યાં છે,ખાડાઓ પડી રહ્યાં છે છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી કે કોઇ કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ ની કામગીરી સામે તપાસ કે દંડ કરવામાં નથી આવતો. ત્યારે વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર એવા આજવારોડ ખાતે આવેલા નહેરુ ચાચા સો.પાસેના શ્રી જ્ઞાનસાગર રેસિડેન્સી નજીક બે દિવસ અગાઉ રોડપર નાનો ભૂવો પડ્યો હતો જે અંગે સ્થાનિકો દ્વારા કાઉન્સિલરો અને વોર્ડ અધિકારીઓ ને જાણ કરવામાં આવી હોવા છતાં તંત્રે ધ્યાન ન આપતાં આ ભૂવો ધીમે ધીમે મોટો થઇ જોખમી બન્યો છે નજીકમાં જ શાકમાર્કેટ ભરાતી હોય દરરોજના લોકોની હજારોની સંખ્યામાં અવરજવર રહે છે તેમ છતાં અહીં તંત્ર જાણે કોઇ દુર્ઘટનાની રાહ જોતું હોય તેમ જણાય છે ત્યારે શિવસેના વડોદરા શહેરના ઉપપ્રમુખ તેજશ બ્રહ્મભટ્ટ દ્વારા આ સમગ્ર મામલે પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા તથા જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે પાલિકા તંત્ર જવાબદાર રહેશે તેમ જણાવી વહેલી તકે આ ભૂવાને પૂરવાની કામગીરી કરવા માંગ કરી છે.

Related posts

શ્રી સાઈ સાગર કોમ્પ્લેક્સ માં જોડાણ અને સીલ ની કાર્યવાહી કરતું પાલિકા

admin

વડોદરા શહેર નાં છાણી વિસ્તારમાં એક અનોખા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

admin

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મંત્રી ક્ષમા બેન શર્માનો ગુજરાતના પ્રવાસ અર્થે એમ.એસ.યુનિવર્સિટી ખાતે પહોંચ્યા

admin

Leave a Comment