Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં આવેલ માંજલપુર વિસ્તારમાં શાળાની વધુ એક બેદરકારી સામે આવી

વડોદરા શહેરમાં આવેલ માંજલપુર વિસ્તારમાં આવેલ સ્ટેલા મેરી સ્કૂલમાં બે જુલાઈ ના રોજ ખોખોની રમત રમવામાં આવી હતી ત્યારે ધૈર્ય ચૌહાણ નામનો વિદ્યાર્થી પડી જતા ગંભીર ઇજા થતા પરિવાર દ્વારા હોસ્પિટલ નો તમામ ખર્ચ આપવા ની માંગણી કરવામાં આવી હતી.

વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં આવેલ સ્ટેલા મેરી સ્કૂલમાં બે જુલાઈ ના રોજ ધોરણ પાંચ ના તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય દ્વારા અગાસી પર ખો ખો ની રમત રમવા લઈ ગયા હતા ત્યારે ધૈર્ય ચૌહાણ પડી જતા વિદ્યાર્થીને ગંભીર ઈજા થતા શાળાના પ્રશાસન દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી ત્યારે પરિવાર શાળામાં પહોંચી ને બાળકને સન સાઇન ગ્લોબલ હોસ્પિટલ સાથે ખસેડવામાં આવ્યો હતો ત્યાં તબીબો દ્વારા એક્સ રે પાડવામાં આવ્યો હતો ત્યારે જોવામાં આવ્યું કે બાળકના બે હાડકા તૂટી ગયા છે જેના બાદ તબીબો દ્વારા પરિવારને કહેવામાં આવ્યું કે બાળકનું તાત્કાલિક ધોરણે ઓપરેશન કરવું પડશે ત્યારે ડોક્ટર દ્વારા ઓપરેશનનો ખર્ચ 38,000 થી વધુ જાણ કરવામાં આવી હતી ત્યારે પરિવાર દ્વારા ડોક્ટર ને કહ્યું કે બાળકનું ઓપરેશન શરૂ કરી દો ત્યારે પરિવાર દ્વારા શાળામાં બાળકને થયેલી ઇજા નું કારણ જાણવા માટે ગયા હતા ત્યારે શાળાના શિક્ષકો દ્વારા કહેવામાં આવ્યો હતો કે ધોરણ પાંચ ના તમામ બાળકોને ટેરેસ પર ખો ખો ની રમત રમવા લઈ ગયા હતા ત્યાં ધેર્ય ચૌહાણ પડી ગયો હતો અને પરિવાર દ્વારા ટેરેસ પર જઈને જોયું તો ટેરેસ પર પાણી ના ખાબોચિયા જોવા મળ્યા હતા જેથી બાળક પડી જતા ગંભીર ઇજા થઈ હતી અને પરિવાર દ્વારા શાળા પ્રશાસનને કહેવામાં આવ્યું હતું કે હોસ્પિટલનો ખર્ચ શાળા ભોગવે તેવી રજૂઆત કરવામાં આવી હતી પરંતુ શાળા દ્વારા યોગ્ય જવાબ ન મળતા પરિવાર દ્વારા આજે શાળાની બહાર ધારણા કરવાની ફરજ પડી હતી ત્યારે શાળાના ટ્રસ્ટીઓ દ્વારા પ્રાણી પોલીસ સ્ટેશન ની જાણકારી પોલીસ બોલાવી હતી ત્યારે આમ આદમી પાર્ટી અને સામાજિક સંસ્થા મધ્યસ્થ થઈ શાળા ના આચાર્ય સાથે વાતચીત કરી હતી ત્યારે શાળાના પ્રિન્સિપાલ એ પરિવારના પાંચ સભ્યો સાથે વાત કરી હતી અને લેખિતમાં બાહેધરી આપી હતી

Related posts

વડોદરાના જાણીતા એક્ટિવિસ્ટ પુરષોત્તમ મુરજાનીના આપઘાતનો મામલો

admin

વડોદરા DEO કચેરી દ્વારા પરીક્ષાના CCTV ફૂટેજની ચકાસણી શરુ કરવામાં આવી

admin

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મંત્રી ક્ષમા બેન શર્માનો ગુજરાતના પ્રવાસ અર્થે એમ.એસ.યુનિવર્સિટી ખાતે પહોંચ્યા

admin

Leave a Comment