શહેરમાં ગતરાત્રીએ વધુ એક અકસ્માતની ઘટના ઘટી હતી . સમા છાણી કેનાલ રોડ પ્રુથ્વીરાજ સર્કલથી ઓનેસ્ટ ચાર રસ્તા તરફ જતા રોડ ઉપર નીલકંઠ પાર્ક સોસાયટીની સામે ડમ્પરની અડફેટે બાઇકસવાર યુવકનું મોત નીપજ્યું છે. મૃતક 38 વર્ષીય અમીતભાઈ મકવાં મજુરી કામેથી પરત ઘરે આવતો હતો તે સમયે ડમ્પર ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવી પાછળથી અડફેટમાં લઇ એક્સીડન્ટ કરી માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું. બનાવ સંદર્ભે સમા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

