સહકારથી સમૃદ્ધિ: છોટાઉદેપુર જિલ્લાની Apmc બોડેલી સંસ્થા દ્વારા વિશેષ પોસ્ટકાર્ડ ૨૦૦૦ લખવાની ઝુંબેશનું આયોજન કરી માનનીય પ્રધાનમંત્રીશ્રીનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
માનનીય પ્રધાનમંત્રીશ્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ અભિયાનમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોડેલી ના સભાસદોએ માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખ્યા.
સહકાર મંત્રાલયની સ્થાપના થવાથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી પ્રાપ્ત થઈ છે. આ પોસ્ટકાર્ડ ઝુંબેશ દ્વારા સભાસદોએ માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ લેવાયેલા મુખ્ય નિર્ણયો બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. સહકાર મંત્રાલયની સ્થાપના ઉપરાંત, સહકાર ક્ષેત્રમાં લેવાયેલી નવીન પહેલો, GST સુધારાઓ અને સ્વદેશી ચળવળને પ્રોત્સાહન આપવા બદલ પણ સભાસદોએ માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર માન્યો હતો. આ પહેલોએ ગ્રામીણ અર્થતંત્ર અને સભાસદો તેમજ પશુપાલકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યા છે.
આ સામૂહિક ઝુંબેશ સહકાર ક્ષેત્રના લોકોમાં સરકાર પ્રત્યેની સકારાત્મક ભાવનાને દર્શાવે છે.

