વડોદરામાં કોલેરા વકરી રહ્યો છે,કોલેરા સાથે અન્ય પાણીજન્ય રોગચાળો પણ માથું ઉંચકી રહ્યો છે.વરસાદ બાદ થતી ગંદકી પણ રોગચાળાને આમંત્રણ આપતી હોય છે તેવામાં રોગચાળો રોકવા પાલિકાના ચેરમેન અને અધિકારીઓ બેઠકો કરે છે પણ તેનાથી વિપરીત વડોદરામાં નક્કર કામગીરી થતી નથી પરિણામે અનેક વિસ્તારોમાં ગંદકી-મિશ્રિત પાણી રોગચાળાનું નિમિત્ત બને છે અને મિટિંગો માત્ર દેખાડો?આવી જ રીતે ગાજરાવાડીથી ડભોઇ રોડ તરફ જતા રસ્તામાં ગંદકીનું સામ્રાજ્ય છે.ખુલ્લેઆમ જાહેર રસ્તા પર થતી આ ગંદકી દૂર કરવાનો પાલિકા પાસે સમય નથી કે નથી આયોજન કે ત્યાં ગંદકી થાય! ખેર લોકો માથું ફાડી નાખે તેવી દુર્ગધથી પીડાય છે પણ પાલિકાના પેટનું પાણી હાલતું નથી.શું તમારા વિસ્તાર કે આસપાસ આવી જ સમસ્યા છે તો કોમેન્ટ કરી ઉંઘતા તંત્રની આંખો ઉઘાડજો.
previous post

