Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

ભાજપ અને આમ આદમી પાર્ટી અને આદિવાસી સંગઠનોના 200 જેટલા યુવાનો કોંગ્રેસમાં જોડાયા

નસવાડી ખાતે કોંગ્રેસ ના સંમેલન માં ભાજપ અને આમ આદમી પાર્ટી અને આદિવાસી સંગઠનોના 200 જેટલા યુવાનો કોંગ્રેસમાં જોડાયા જેમાં વાંસદાના ધારાસભ્ય અનંતભાઇ પટેલ હાજર રહ્યા હતા. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓના ભાગરૂપે કોંગ્રેસ સક્રિય થઈ નસવાડી તાલુકામાં ભાજપમાં હડકંપ મચી ગયો છે. ભાજપનું વાવાઝોડું ચાલતું હોવા છતાંય ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા ભાજપ માટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં કપડા ચઢાણ સાબિત થઈ શકે છે.

નસવાડી તાલુકામાંથી આદિવાસી સમાજ ના યુવાનો અને આગેવાનો અને કોંગ્રેસ સમિતિ ના હોદ્દેદારો ની મિટિંગ નસવાડી જૂથ ગ્રામપંચાયત ના હોલ માં મળી હતી જેમાં વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલ પણ આવ્યા હતા જેમાં 100 થી વધુ યુવાનો ભાજપ આમઆદમી પાર્ટી છોડીને કોંગ્રેસ નો ખેસ પહેર્યો હતો જ્યારે યુવાનો એ આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માં ભાજપ સામે લડવા માટે ખાતરી આપી હતી જ્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણીઓ ની ગણતરી માં મહિનાઓ બાકી રહેતા કોંગ્રેસ દ્વારા આદિવાસી વિસ્તાર માં ભાજપ સામે લડી શકે તેવા યુવાનો ને આગળ કરી રહી છે અને ભાજપ માંથી યુવાનો કોંગ્રેસ માં જોડાતા ભાજપ ની છાવણી માં હડકંપ મચી ગયો છે આગામી દિવસો માં હજુ પણ ગાબડું પડી શકે તેમ છે આમ તો ભાજપ નું વાવાઝોડું ચાલી રહ્યું છે બીજી તરફ ભાજપ માં ભંગાણ સર્જાતા નસવાડી તાલુકા ભાજપ માં આ ઘટના થી ભાજપ ની પકડ ઢીલી થઈ રહી હોય તેવું હાલ લાગી રહ્યું છે જ્યારે ભાજપ પણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી ઓની તૈયારી કરી રહી છે જેવા સમયે આદિવાસી સમાજ ના યુવાનો ભાજપ છોડી રહ્યા છે તેની પાછળ ભાજપ નું સંગઠન છોટાઉદેપુર જિલ્લામાં નરમ પડી રહ્યું છે આની અસર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી માં પડશે તેવું લાગી રહ્યું છે

નસવાડી ખાતે યોજાયેલ કોંગ્રેસ ના કાર્યક્રમ માં ભાજપ માં જોડાયેલા કાર્યકરો ને એક ખેસ પહેરાવવામાં આવ્યો તે ખેસ કોંગ્રેસે નવો લોન્ચ કર્યો છે અને તે ખેસ પહેરાવવામાં આવ્યો હતો નવા ખેસ થી યુવાનો ને કોંગ્રેસ માં જોડવામાં આવ્યા

Related posts

નલ સે જલની સુવિધા હોવા છતાંય નળ માંથી પાણી નથી આવતું

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખોડિયા ગામે 1 થી 5ની શાળામાં 35થી વધુ બાળકો માટે એક જ શિક્ષક

admin

‘હાફેશ્વર’ ગામને ‘વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે’ કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા હેરીટેજ કેટેગરીમાં “શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા ૨૦૨૪”નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

admin

Leave a Comment