30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

અમાવસ્યાની તિથી હોવાથી ડભોઇ તાલુકાના કરનાળી તીર્થના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શનાર્થે સેંકડો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

આજે કારતક વદ અમાવસ્યાની તિથી હોય ડભોઇ તાલુકાના કરનાળી તીર્થના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શનાર્થે સેંકડો શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે તીર્થક્ષેત્ર કરનાળીના નર્મદા કિનારે આવેલા અને શ્રદ્ધાળુઓને ફળ આપનારા એકમાત્ર શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિર નો મહિમા રહેલો છે કુબેર દાદાના દર્શન પૂજન કરવાથી શ્રદ્ધાળુઓને સુખ શાંતિ પ્રાપ્ત થતી હોય કુબેર ભંડારી મંદિરે પાંચ અમાસ ભરવાના મહિમા ને અનુલક્ષી લાખો શ્રદ્ધાળુઓ અહીં પધારતા રહ્યા છે ત્યારે આજરોજ કારતકવદ રવિવારી અમાસ ની તિથી હોવાથી ગત મોડી રાતથી જ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી રેગ્યુલર અમાસ ભરનારા શિવભક્તો સહિતના શ્રદ્ધાળુઓ ઉમટવા લાગ્યા હતા નર્મદા નદી પાવન ડુબકી લગાવી મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા દર્શનાર્થીઓ માટે કરાયેલા આયોજન મુજબ શિવભક્તો શિસ્તબધ્ધ રીતે કતારમાં ઊભા રહી કુબેર દાદા ના દર્શનનો લાભ દીધો હતો

Related posts

ડભોઇ તાલુકા ચનવાડા ગામે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત મેડિકલ કેમ્પ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો

admin

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના ચકલી સર્કલ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન

admin

આમ આદમી પાર્ટી દ્વારા મેડીકલ કોલેજની ફીમાં કમરતોડ વધારો કર્યો તેના વિરોધમાં પદયાત્રા કાઢવામાં આવી

admin

Leave a Comment