40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા ના અધ્યક્ષ સ્થાને યોજાયો

જેમાં 10 લોકોના ચોરાયેલા ખોવાયેલા મોબાઈલો પોલીસ અધિકારીઓ દ્વારા પરત આપવામાં આવ્યા હતા.
ડભોઇ પોસ્ટે પી આઈ કે જે ઝાલા દ્વારા ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ “મારૂ શહેર સુરક્ષીત શહેર” “મારી સોસાયટી સુરક્ષીત સોસાયટી સોસાયટી દ્વારા CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવે જેથી કરી સોસાયટીઓ માં કોઈ બનાવ બને તો પોલીસને સરળતા રહે અને પ્રજાના પ્રશ્નો ઉકેલી શકાય અને પ્રજાને કોઈપણ પ્રકારની તકલીફ પડે તો તાત્કાલિક ધોરણે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
જ્યારે કે ડભોઇ વિભાગીય ડીવાયએસપી શ્રી આકાશ પટેલે લોકોને ભીડ-ભાડ વાળા લોકેશન, પેટ્રોલ પંપ, શોપીંગ મોલ, સ્કૂલ/કોલેજ, જાહેર મેળાવડા હાલ મોબાઈલ ચોરી થવાના બનાવો બનતા જાય છે જેથી કરી તેનું ધ્યાન રાખવું તેમજ ઓનલાઇન ટ્રાન્જેક્શન થાય છે અજાણ્યા નંબર વાળા કોલ ઉપાડવા નહીં કે ઓટીપી નંબર કોઈને આપવો નહીં અને હાલ સોશિયલ મીડિયા ઉપર ફોર ચાલી રહ્યું છે તેનાથી સાવ ચેત રહેવા અને હાલ યુવા ધન ડ્રગ્સ ઉપર ચઢી ગયો છે તો સાવધાની રાખવી અને જો આ મુજબની કોઈને જાણકારી મળે તો પોલીસને સંપર્ક કરવો તેમ જ ગેરકાયદેસર નાણાં ધિરાણ નો ધંધો કરતા વ્યાજખોરો અંગે પણ જાણકારી આપવા જણાવ્યું હતું. ત્યારબાદ વડોદરા જીલ્લા પોલીસ વડા આનંદ રોહને સોસાયટીના રહીશો દ્વારા સીસીટીવી કેમેરા લગાવવાથી ચોરી અથવા કોઈ ગુના હેઠળ વ્યકતિનો સ્પષ્ટ ચહેરો તથા વાહનના નંબર પ્લેટ સ્પષ્ટ રીતે દેખાય તે રીતે અત્રેની કચેરીની નેત્રમ શાખા સાથે ઓનલાઇન લીંક કરી અને ઇન્સ્ટોલ કરવામાં આવે તેમજ ઇન્વેસ્ટ માર્કેટમાં પણફોર ચાલી રહ્યો છે માર્કેટમાં રોકાણ કરવાનો કોઈ તે જાણકારી મેળવી કરવા અને લોભામની જાહેરાત આવે છે ઓનલાઇન ઉપર વિચાર કરવો અને વ્યાજના ચક્રમાં ફસાયેલા લોકોને પણ તાકીદ કરી હતી કે વ્યાજખોરો નુ જોર વધી ગયું છે તેને રોકવા સહકાર આપવા જણાવ્યું હતું અને ડ્રગ્સ નું પણ દૂસંસ વધી ગયું છે જેના એક ગ્રામના 8000 રૂપિયા હોય છે યુવાધન આ તરફ ન જાય તેનું ખાસ ઘરના લોકોને પણ કાળજી રાખવી જરૂરી છે. ત્યારબાદ તેરા તુજકો અર્પણ માં દસ મોબાઈલો ખોવાઈ ગયેલા અથવા ચોરી થયેલા તેઓ તેવા લોકોને પોલીસ અધિકારીઓ દ્વારા પરત આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપ કોંગ્રેસના અગ્રણીઓ હિંદુ મુસ્લિમ આગેવાનો વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજી રોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ નો કાર્યક્રમ કરવામાં આવ્યો

admin

વિસર્જન બાદ કુત્રિમ તળાવોમાં સાફસફાઈ હાથધરવામાં આવી

admin

આ બજેટથી જનતા નારાજ નથી : દગ્ગુબતી પુરંદેશ્વરી

admin

Leave a Comment