પાટીદાર સમાજ સંગઠન નું બીજું સંમેલન નું આયોજન ડભોઇ તાલુકાના કાયાવોહરણ ખાતે યોજવામાં આવ્યું જે સંમેલન ના કલ્પેશભાઈ હસમુખભાઈ પટેલ જીયા તલાવડી વાળા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમને દીપ પ્રગટાવી અને જય સરદારના નારા સાથે કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો હતો સમાજમાં બેરોજગારો, શિક્ષણ, ખેતી- વીજળી, રાજકીય તેમજ સમાજમાં એકતા અને સંગઠન બાબતે જાગૃતિ લાવવા માટે સંમેલન નું આયોજન કરવામાં આવ્યું
વડોદરા જિલ્લાના સરપંચોની બેસ્ટ કામગીરીને અને જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોની શ્રેષ્ઠ કામગીરી અને બેસ્ટ બિઝનેસ કામગીરી લઈને પણ પાટીદાર સમાજ દ્વારા એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને પાટીદાર સમાજને ત્રીજું સંમેલન ફેબ્રુઆરી મહિનામાં વડોદરા ખાતે ભવ્ય સંમેલન રાખવામાં આવશે
સમાજના વડોદરા જીલ્લામાંથી કર્મશીલ અને અનુભવી પાટીદાર સમાજ નું સંમેલન યોજાયું હતું ત્યારે ડભોઇ તાલુકાના કાયાવોહરણ ખાતે બીજું સંમેલન મા સમાજમાં જાગૃતિ લાવવા માટે જય પાટીદાર જય સરદારના નારા સાથે વિવિધ મહાનુભવો એ વક્તવ્ય આપ્યા હતા. જેમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ વિકાસ અને પ્રગતિ માટે સમાજલક્ષી પ્રગતિની દિશાઓ અંગે પ્રેરણા આપવામાં આવી હતી.
આ પ્રસંગે જયેશ પટેલ માવલી વાળા ,માજી ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ શશીકાંતભાઈ પટેલ અને ડભોઇ APMC ના વાઇસ ચેરમેન દિલીપભાઈ પટેલ, અતુલ પટેલ, ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલ, અરુણભાઈ પટેલ, શૈલેષ પટેલ અંગૂઠન , તેમજ કાર્યક્રમને સફળ બનાવનાર મેહુલભાઈ પટેલ, દીક્ષિતભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, અને ધવલભાઈ પટેલ તથા વડોદરા જિલ્લા મંડળના તમામ પ્રમુખો, સમાજના આગેવાનો તેમજ વડીલો મોટી સંખ્યામાં
પાટીદારો ભેગા થઈ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. આ સમાજ સંગઠનને એક કરવા માટે કાયાવરોહણ ગામ યુવક મંડળ પારિખા ગામ યુવક મંડળ કરમાલ ગામ યુવક મંડળ તેમજ તેન તળાવ ગામ યુવક મંડળે ખૂબ મોટો સાથ સહકાર આપેલ હતો

