40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

14 જેટલી મટન ચિકનની દુકાનો નોટિસો નો જવાબ ન આપતા સીલ કરી સપાટો બોલાવ્યો

વડોદરા મહાનગર પાલિકા દ્વારા નવાપુરા વિસ્તારમાં આવેલ 14 જેટલી મટન ચિકનની દુકાનો નોટિસો નો જવાબ ન આપતા સીલ કરી સપાટો બોલાવ્યો

વડોદરા મહાનગર પાલિકા દ્વારા 2 વર્ષ અગાઉ નવાપુરા વિસ્તારમાં આવેલ મટન ચિકનની દુકાનો ને નોટિસો આપવામાં આવી હતી દુકાનદારો ને તે નોટીસ નો જવાબ આપવા વારંવાર પાલિકા દ્વારા જાણવામાં આવ્યું હતું પણ તેમના દ્વારા કોઈ જવાબ ન મળતા આજરોજ વડોદરા મહાનગર પાલિકા દ્વારા નોટિસ ફટકારેલી મટન ચિકનની દુકાનોને સીલ કરવામાં આવ્યા હતા. 2 વર્ષ અગાઉ 14 જેટલી દુકાનો ને નોટિસ આપવામાં આવી હતી અને આજે એજ મટન ચિકનની દુકાનોને સીલ મારવામાં આવ્યા છે. જ્યારે,3 જેટલી દુકાનોના ગેરકાયદેસર ના ઓટલાઓ તોડી પાડવામાં આવ્યા છે. વડોદરા મહાનગર પાલિકામાં છેલ્લા કેટલા વર્ષોથી લાઇસન્સ અને એન ઓ સી રીન્યુ ના કરવાથી ચિકન સ્લોટીગમાં અને સ્લોટર હાઉસ માંથી ચિકન ખરીદી કરવા માટે કોઈ સરકાર માન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નોંધાયેલા અને ગુજરાત રાજ્ય પ્રદૂષણ લાયસન્સ ધરાવતા નહિ હોવાથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટીસ નો જવાબ ન મળતા આખરે વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલ મટન ચિકનની દુકાનોને સીલ મારવામાં આવી છે અને 3 જેટલી દુકાનોના ગેરકાયદેસર ઓટલાઓ તોડી પાડવામાં આવ્યા છે.

Related posts

નાતાલ (ક્રીસ્મસ) તહેવાર અનુસંધાને સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનના વાહન પાર્કિંગમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડને તેમજ ક્વીક રીસ્પોન્સ ટીમને સાથે રાખી સરપ્રાઇઝ ચેકીંગ

admin

મકરપુરા ઓએનજીસી રોડ પર પડ્યો મોટો ભુવો

admin

આવતીકાલે જૈનાચાર્ય વલ્લભસુરી મહારાજ નો જન્મ થયો હતો ત્યાં ગુરુ મૂર્તિ ની સ્થાપના કરાશે

admin

Leave a Comment