નસવાડી તાલુકાના ગોયાવાંટ અને કાટકુવા ગ્રામ પંચાયત ની વચ્ચે ભગવાનપુરા (ગો) ગામ આવેલું છે. આ ગ્રામજનો દર વર્ષે વિધાનસભા તાલુકા પંચાયત અને ગ્રામપંચાયત માં ગોયાવાંટ ખાતે મતદાન કરે છે. 15 જેટલા મકાનો આવેલા છે. અને 50 થી વધુ લોકો રહે છે. જયારે સ્થાનિક લોકો ના જણાવ્યા મુજબ અમારા ગામ માં વીજળી ની સુવિધા નથી આજુબાજુ જંગલ આવેલું છે. વન્ય પ્રાણીઓ રાત્રી ના સમયે આવે છે. રાત્રી ના અંધકાર માં દિવા ના અજવાળા તળે રાત વિતાવવી પડે છે. ગરમીની સીઝનમાં જયારે બહાર ઊંઘે ત્યારે વન્ય પ્રાણીઓથી બચવા માટે ધારિયું પાળિયું અને તીરકામઠાં લઈને 10 થી 15 લોકો એક સાથે ઊંઘવું પડે છે. દોઢ કિલોમીટરનો કાચો રસ્તો છે. પગપાળા ચાલીને આવવું પડે છે. બાળકો ને અભ્યાસ કરવો હોય તો ત્રણ કિલોમીટર ચાલી ને જવું પડે છે. જેના કારણે બાળકો ને શાળાએ મોકલતા નથી કોઈ બીમાર પડે તો ગામ સુધી એમ્બ્યુલન્સ ગામ સુધી જતી નથી. જેને લઈને બીમાર દર્દીને ઝોલી માં નાખી ને મુખ્ય રસ્તા સુધી લઇ જવામાં આવે છે. બાળકો ને શિક્ષણ માટે સુવિધા ના હોવાથી બે પેઢી અભણ છે. જયારે એકજ હેંડપંપ આવેલ છે. આ હેંડપંપ માં થી ઉનાળા માં પાણી સુકાઈ જાય છે. એટલે કોતર માં ખાડો પાડવો પડે છે. ત્યાર બાદ તેમાંથી પાણી ભરી ને લાવવું પડે છે. આદિવાસી વિસ્તાર માં રસ્તો પાણી વીજળી ની સુવિધા મળે તે માટે સરકાર ટ્રાયબલ વિભાગ માં કરોડો રૂપિયા ગ્રાન્ટ વિકાસ માટે ફાળવે છે. પરંતુ આ ગામને આજદિન સુધી ના તો વડાપ્રધાન આવાસ યોજના શૌચાલય યોજનાનો લાભ મનરેગા માં મજૂરી નો લાભ પણ નથી મળ્યો આ આદિવાસી પરિવારો ની જીંદગી અંધકાર મય છે. વિકાસ ની ગુલબાંગો વચ્ચે ભગવાનપુરા (ગો) ગામ નો વિકાસ છે,જ નથી જયારે તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામપંચાયત ના સત્તાધીશો આ ગામની મુલાકાત લે તે જરૂરી બન્યું છે.
મોહસીન સુરતી છોટાઉદેપુર

