Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લા ભાજપના નવા પ્રમુખ ના નામ માટે 60 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી.

ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ નિમિત્તે સમગ્ર ગુજરાત સહિત છોટાઉદેપુર જિલ્લામાં આજે જિલ્લા ભાજપ પ્રમુખ ના નામ માટે ઉમેદવારોની ભીડ ઉમટી હતી. પ્રદેશ દ્વારા નક્કી કરવામાં આવેલ નિરીક્ષકો જિલ્લા ચૂંટણી અધિકારી, સહ ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકા માંથી ૬૦ જેટલા ઉમેદવારો નોંધાયા છે. મહત્વના હોદ્દા ધરાવતા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા ભાજપના હાલના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા, જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, પૂર્વ તાલુકા પ્રમુખ કાળુભાઈ નાયકા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠવા,પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા જેવા મહત્વના હોદ્દા ધરાવતા હોદ્દેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

પોતાના ગામને અલગ પંચાયતનો દરજ્જો આપવાની માંગ સાથે મતદાન બહિષ્કારનો મામલો સામે આવ્યો

admin

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંડી નર્મદા વસાહતમાં એક શિક્ષિકા બેન 6 વર્ષથી અમેરિકામાં છે. ત્યારે તંત્રએ તેઓ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી.

admin

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને તેની આજુબાજુની પાંચ ગ્રામ પંચાયતો જોડીને નગરપાલિકા બનાવવામાં માટે રાજ્ય સરકારે જાહેરાત કરી

admin

Leave a Comment