33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

દેશી ગાય આધારીત ખેતી કરતા છોટા ઉદેપુર જીલાના રોજકુવા ગામના પ્રવિણભાઈ

પ્રાકૃતિક ખેતીની આવકમાંથી ટ્રેકર ખરીદતા- પ્રવિણભાઈ

સમગ્ર દેશમાં ધરતીપુત્રો દેશી ગાય આધારીત ખેતી તરફવળી રહ્યા છે. ત્યારે પ્રકૃતિના ખોળે વસેલા છોટાઉદેપુર તાલુકાના રોજકુવા ગામના ધરતીપુત્ર પ્રવિણભાઈ રાઠવા આત્મા પ્રોજેકટમાં જોડાયને છેલ્લા ૩ વરસથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે. પ્રવિણભાઈ બે થી ત્રણ વિઘા જમીનમાં ફુલાવર, રીંગણ,ભીંડા શાકભાજીનું પ્રાકૃતિક રીતે વાવેતર કરે છે.

પ્રવિણભાઇ સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું કે મારી પાસે દેશી ગાય છે, તેના ગાયના છાણ અને મૂત્રમાંથી ઘનજીવામૃત,બીજામૃત, જીવામૃત,નિમાસ્ત્ર અને બ્રહ્યઆસ્ત્ર બનાવુ છું. બીજામૃતનો પટ આપી પિયારણનું વાવેતર કરુ છું. વાવાણી પહેલા ખેતરમાં ઘનજીવામૃતનો ઉપયોગ કરૂ છું.પાકનો ક્રોપ તૈયાર થાય ત્યારે જીવામૃતનો છંટકાવ કરૂ છું. પાક પર જિવાત લાગે ત્યારે નિમાસ્ત્ર અને ખાટી છાશનો છંટકાવ કરી કાબૂ મેળવું છું. શાકભાજીની આસપાસના નિંદામણનો આછાદન તરીકે ઉપયોગ કરવાંથી અળસિયાનો વિકાસ થાય છે. ખેતરમાં અળસિયાનો વિકાસ થવાથી જમીન ભરભરી બની ફળદ્રુપ બને છે. દેશી ગાયના નિભાવ ખર્ચ પેટે મળતી રકમનો ગાયના પાલનમાં ઉપયોગ કરૂ છું.

ભીંડાનું વાવેતર કર્યું હતું. હાલ ભીંડા વિણવાની શરૂઆત થઇ ગઇ છે. આ વિણેલા ભીંડા નજીકની માર્કેટમાં સવારે વેચાણ કરવામાં આવે છે. ફુલાવરની સારી આવક મળતા તે આવકમાંથી ટ્રેકરની ખરીદી કરી છે ખેડુતમિત્રોને સંદેશ આપતા તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી કરવાથી જમીન ફળદ્રુપ બને છે. ખેડૂતોઓએ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવુ જોઇએ.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

એજન્ટ દ્રારા ૧૦૦ થી વધુને લોકોને જી.એન.ગોલ્ડ લીમીટેડ કંપનીમાં ૧ કરોડ ઉપરનું રોકાણ કરાવી પાકતી મુદતે રકમ પરત ન કરતા લોકોના નાણા ડૂબ્યા

admin

પહેલગામમાં આતંકવાદી હુમલા મામલે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી

admin

છોટાઉદેપુરની નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા મલ્ટી પર્પઝ શોપિંગ કોમ્પ્લેક્સની ૩૩ દુકાનો ઓફિસ અને હોલની હરાજી કરવામાં આવી

admin

Leave a Comment