વડોદરા મ્યુનિસિપલ કમિશનર વડસર ખાતે ની વિશ્વામિત્રી તટ પર વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. જે દરમ્યાન દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો રહ્યો હોય તેવા દ્રશ્યો જોતાં ચોંકી ઉઠયા હતા. જે દ્રશ્યો કેમેરામાં કેદ કરી પોલીસ કમિશનરને મોકલવામાં આવ્યા હતા. જેને પગલે વડોદરા પોલીસ કમિશનર દ્વારા ત્વરિત એક્શન હાથ ધરી વડોદરા પીસીબી ની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી તમામ દેશી દારૂ જથ્થો ઝડપી પાડી તેનો સ્થળ પર નાશ કરી 35 વર્ષીય વિક્રમ ખોડસીંગ ઠાકોર ની ધરપકડ કરી મિનાક્ષીબેન વિક્રમ ઠાકોર અને જ્યોત્સના ભગવાનભાઇ ઠાકોર ને વોંટેડ જાહેર કરી કુલ ૪,૪૪૦/- નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
previous post

