વડોદરામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે, શહેરભરમાં લોકો નવા વર્ષને આવકારવા ભારે ઉત્સુક પણ જણાઈ છે,ત્યારે કોઈ અઇચ્છનીય બનાવ ન બને તેમજ દારૂ પાર્ટી અને દારૂ ઢીંચી કોઈ અટકચાળાઓ ન કરે તે માટે વડોદરા પોલીસ સુસજ્જ છે વડોદરા પોલીસ તૈયાર છે. મોડી સાંજે પોલીસ હેડક્વાટર ખાતે પોલીસ વાહનોના થપ્પા લાગ્યા હતા અને બરાબર છે કે કેમ તેનું ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર નરસિંહમાં કોમરે જાતે વાહનોનું નિરીક્ષણ કરી પોલીસને જરૂર સૂચનાઓ પણ આપી હતી. આજ રાતથી જ પોલીસ પેટ્રોલિંગ ને વધુ સઘન કરવામાં આવશે, ડ્રીંક્સ વિથ ડ્રાઇવ માટે બ્રેથ એનેલાઇઝરથી વાહન ચાલકનું ચેકિંગ કરાશે. NDPSના પણ સેમ્પલ લેવાશે. પોલીસ સાદા વેશમાં સતત વોચ વોચમાં હશે,આમ જો ‘સાવધાની હટી ટો દુર્ઘટના ઘટી’એ નક્કી છે.

