Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વરસતા વરસાદમાં પાલિકાના દક્ષિણ ઝોન ના અધિકારીઓ દ્વારા ડામર પાથરવાની કામગીરી

વિશાળ નગર દત્ત મંદિર પાસે વરસતા વરસાદમાં પાલિકાના દક્ષિણ ઝોન ના અધિકારીઓ દ્વારા ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

વિશાળ નગર દત્ત મંદિર થી હરિનગર જવાના રસ્તે ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી પરંતુ ત્યાર બાદ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી નહતી.

વિસ્તારના નાગરિકો અને વાહનચાલકોને ઉબડખાબડ ખોદેલા રસ્તા પર થી પસાર થવું પડે છે.
પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી નથી.
આજ રોજ વરસતા વરસાદમાં કાઉન્સિલર ની સૂચના થી પ્રજા ના રૂપિયા ખર્ચીને ફકત માનીતા લોકોને ખુશ કરવા માટે દત્ત મંદિર થી કલ્લું ના ચોક પાસે ડામર પાથરવાની કામગીરી દક્ષિણ ઝોન ના ઇજનેર શાખા દ્વારા કરવામાં આવી છે..

પ્રજાના રૂપિયાનો ખોટો વેડફાટ કરવાને બદલે કાઉન્સિલર દ્વારા પોતાની ગ્રાન્ટ માંથી માનીતા લોકોના કામ કરવામાં આવે અથવા નાગરિકોની સમસ્યા દૂર કરવા માટે કામગીરી કરવામાં આવે તે કાઉન્સિલર માટે જરૂરી છે તેનો જવાબ કાઉન્સિલર આપે …

Related posts

ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી સાથે ભણતા ક્લાસમેટ કર્નલ સોફિયા કુરેશી અંગે વધુ માહિતી આપી

admin

મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠન દ્વારા ધોરણ 10 અને 12ના ઉત્તિર્ણ થયેલા વિધ્યાર્થીઓ,મહિલાઓ તથા ખેલાડીઓના સત્કાર સમારંભનું આયોજન

admin

વડોદરામાં નેશનલ કરીઅર સેન્ટર ફોર ડીફરન્ટલી એબલ ફોર વુમન, અંધજન શાળાની સામે, પેન્શનપુરા, નિઝામપુરા દિવ્યાંગ મહિલા ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો યોજાયો…

admin

Leave a Comment