31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના બીલ ગામે પોલીસે ૧૪ બોક્સ દારૃની બોટલો ભરેલી પીક અપ વાનને ઝડપી પાડી

વડોદરાના બીલ ગામે પોલીસે પીક અપ વાનને ઝડપી પાડી તેમાંથી દારૃની બોટલો ભરેલા ૧૪ બોક્સ કબજે કર્યા હતા.પોલીસે વાનના માલિકની અટકાયત કરી ડ્રાઇવરને વોન્ટેડ જાહેર કર્યો છે.
બીલ ગામના માર્કેટ નજીક હરિયાણા પાસિંગની એક પીકઅપ વાનને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસતાં અંદરથી ૧૪ બોક્સ મળી આવ્યા હતા.જે ખોલતાં દારૃની જુદીજુદી બ્રાન્ડની કુલ રૃ.૮.૭૪ લાખની કિંમતની ૪૪૪ નંગ બોટલો મળી આવી હતી. પોલીસે વાન પાસે ઉભેલા વાનના માલિક રામપાલ શ્રીચંદ સાંગવાન(ધાસના, જિ.ચૂરુ,રાજસ્થાન)ની અટકાયત કરી પૂછપરછ કરતાં ડ્રાઇવર સંજયકુમાર જાટ (સીકર,રાજસ્થાન) વાન લાવ્યો હોવાની અને વડોદરામાં કોઇને ફોન કર્યા પછી માલની ડિલિવરી આપવાની હોવાની વિગતો ખૂલી હતી. જેથી પોલીસે ડ્રાઇવરને વોન્ટેડ જાહેર કરી પીકઅપ વાન,મોબાઇલ અને દારૃનો જથ્થો મળી કુલ રૃ.૧૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Related posts

સિયા બાગ ભાવદાસ મોહલ્લામાં કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડાથી સ્થાનિક રહીશો પરેશાન

admin

વારંવાર રજૂઆતો કરવા છતાં પાણી ભરાવાની સમસ્યા યથાવત

admin

ઉપર વાસમાં વરસાદના કારણે આજવાની જળ સપાટીમાં વધારો વિશ્વામિત્રી 12 ફુટ પર

admin

Leave a Comment