33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

તાંદલજા ખાતેની કિસ્મત ચોકડી પર વર્ષોથી સરકારી જગ્યા પર ૧૫ જેટલા દબાણો દુર કરી દેવામાં આવ્યા

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં તાંદલજા ખાતેની કિસ્મત ચોકડી પર વર્ષોથી સરકારી જગ્યા પર કરવામાં આવેલા દબાણો પર જિલ્લા કલેક્ટર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ દબાણો આજે સાંજે દૂર કરીને જમીન ખુલ્લી કરી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે તાંદલજામાં કિસ્મત ચોકડી પર આશરે ૧૨ હજાર ચોરસફૂટ જેટલી જમીન સરકારી હતી. આ જમીન પર છેલ્લા ૧૦ વર્ષથી પણ વધુ સમયથી પાકા બાંધકામ કરીને ગેરેજ, મોબાઇલ શોપ, પોલ્ટ્રિ ફાર્મ ઊભા કરી દેવામાં આવ્યા હતાં. સરકારી જમીન પર મોટાપાયે દબાણો કરવામાં આવ્યા છે તે ધ્યાને આવતા ગયા વર્ષે તમામને નોટિસો આપવામાં આવી હતી અને ત્યારબાદ નોટિસનો કોઇ પ્રત્યુતર નહી મળતાં આજે આખરે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આજે સાંજે સાત વાગે કોર્પોરેશન તેમજ પોલીસના સંકલનથી જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે શહેર એસડીએમ વિરાભાઇ સાંભડે જણાવ્યું હતું કે ચાર રસ્તા પર જ આવેલી સરકારી જગ્યા આશરે રૃા.૬ કરોડની કિંમતની થાય છે. આ જમીન પર વર્ષોથી દબાણો કરાયા હતાં અને નોટિસો આપ્યા બાદ આજે ચાર પંચરની દુકાનો, બે ગેરેજ, એક પોલ્ટ્રિ ફાર્મની આઠ જેટલી ઓરડીઓ મળી કુલ ૧૫ જેટલા દબાણો દુર કરી દેવામાં આવ્યા

Related posts

ડભોઈમાં ઠંડીનો પ્રકોપ : ગરમ કપડાંના બજારોમાં ઉમટી ભારે ભીડ…

admin

ની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરિ સેવા ટ્રસ્ટ દ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તે ચીકીવિતરણઅને પ્રજ્ઞા ચક્ષુને જમાડવાનો કાર્યક્રમ યોજાયો

admin

૭૧ કિ.મીનો રોડ ફરતીકુઇથી નવીન ડભોઇ બાયપાસ થઈ સીધો સીતપુર પાટિયા નીકળશે

admin

Leave a Comment