30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

યુવકને જાનથી મારી નાંખવાના ઇરાદે તેના પર થાર ચઢાવી દેવાનો પ્રયાસ

તાજેતરમાં વડોદરાના આયુર્વેદિક ચાર રસ્તા પાસે આવેલી આઇસ્ક્રીમની દુકાને યુવાનો વચ્ચે મગજમારી થઇ હતી. આરોપીએ ફરિયાદી તથા તેના સગાને ગંદી ગાળોઆપીને માર માર્યો હતો. ત્યાર બાદ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જો કે, તે બાદ મામલો અટક્યો ન્હતો, અને આરોપીએ યુવકને જાનથી મારી નાંખવાના ઇરાદે તેના પર થાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હોત. જેમાં યુવકનો માંડ બચાવ થયો હતો. આખરે ઉપરોક્ત મામલે પાણીગેટ પોલીસ મથકમાં ખૂનની કોશિષનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદી હરીશ રમેશભાઇ કહાર (રહે. મહાદેવ નગર, પાણીગેટ, વડોદરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ 21, જુલાઇના રોજ રાત્રીના સાડા બાર વાગ્યે આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવેલી આઇસક્રીમની દુકાન પાસે હાજર હતા. તે દરમિયાન કૃણાલ રમણભાઇ કહારે ફરિયાદી તથા તેમના કાકાના દિકરા તરંગ કહારને ગંદી ગાળો આપી હતી, અને માર માર્યો હતો. ત્યાર બાદ આરોપી કૃણાલ કહારે ફરિયાદીને મારી નાંખવાના ઇરાદે તેમના એક્ટિવા સાથે જાણી જોઇને થાર ગાડી અથાડી દીધી હતી. અને બાદમાં ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં ફરિયાદીને હાથમાં ફ્રેક્ચર થયું હતું. આખરે ઉપરોક્ત મામલે પાણીગેટ પોલીસ મથકમાં કૃણાલ રમણભાઇ કહાર વિરૂદ્ધ ખૂનની કોશિષની ફરિયાદ નોંધવામાં આવી છે. આ

હાલમાં આ ઘટનાના વીડિયો સામે આવ્યા છે. જેમાં એક્ટિવાની પરિસ્થિતી જોઇને ભાગ્યે જ કોઇ બચ્યું હશે તેવો અંદાજો લાગી રહ્યો છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સમગ્ર મામલે આરોપીને ઝડપી પાડવાની દિશામાં ચક્રોગતિમાન કર્યા છે.

Related posts

સાવલી એ.પી.એમ.સી.હૉલમાં ભાજપા જિલ્લા પ્રમુખની અધ્યક્ષસ્થાને વન નેશન વન ઇલેક્શન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

admin

વડોદરા અને છોટાઉદેપુર જીલ્લાના કુલ ૧૨૦ ઉમેદવારો માટેનો સંરક્ષણ ભરતી પુર્વેની પરીક્ષાલક્ષી ૩૦ દિવસની ફ્રી નિવાસી તાલીમનો પુર્ણાહુતી કાર્યક્રમ યોજાયો.

admin

૨૦૦૨૦-૨૧ થી ૨૦૨૪ સુધી બનેલા તમામ રોડમાં થયેલ ભ્રષ્ટાચારમાં વીજીલન્સ તપાસ કરાવવા માં આવે તેવી માંગને લઈને આવેદન

admin

Leave a Comment